ઉત્તરાખંડનાં કાશીપુર કોતવાલીમાં ઇતિહાસની સૌથી મોટી એફઆઇઆર લખવામાં આવી રહી છે. રિપોર્ટ લખતા-લખતા 4 દિવસ પસાર થઇ ચૂક્યાં છે પરંતુ હજી સુધી આ પૂર્ણ નથી થઇ શકી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આને પૂર્ણ કરવામાં હજી વધુ બેથી ત્રણ દિવસ લાગી શકે છે.
અટલ આયુષ્માનનો ગોટાળો પોલીસ માટે બન્યો માથાનો દુઃખાવો
સૉફ્ટવેરની ક્ષમતા લિમિટેડ હોવાથી FIR હાથથી લખવાનો વારો
એફઆઇઆર
આ મામલો અટલ આયુષ્માન યોજના (atal ayushman yojana) સાથે જોડાયેલો છે. આ ગોટાળામાં લિપ્ત બે મોટી હોસ્પિટલો વિરૂદ્ધ પોલીસ એક એફઆઇઆર (FIR) દાખલ કરી રહી છે. આ એફઆઇઆર પોલીસ માટે પણ એક દુઃખાવો બની ગઇ છે. હિંદી અને અંગ્રેજીમાં મોકલવામાં આવેલી આ એફઆઇઆર લખવામાં પોલીસનો પણ પરસેવો છૂટી ગયો છે.
હકીકતમાં પોલીસની એફઆઇઆર ટાઇપ કરવાની ક્ષમતામાં સૉફ્ટવેરની ક્ષમતા 10 હજાર શબ્દોથી અધિક નથી હોતી, આ જ કારણ છે કે આ એફઆઇઆરને પોલીસ હાથથી લખીને તૈયાર કરી રહી છે.
નકલી સારવારનાં બિલનો ક્લેમ સામે આવ્યો હતો
સ્વાસ્થ્ય વિભાગની ટીમે અટલ આયુષ્માન યોજના અંતર્ગત રામનગર રોડ સ્થિત એમપી હોસ્પિટલ અને તહસીલ રોડ સ્થિત દેવકી નંદન હોસ્પિટલમાં ભારે અનિયમિતતાઓ પકડાઇ હતી. તપાસમાં બંને હોસ્પિટલોનાં સંચાલકો તરફથી નિયમ વિરૂદ્ધ રોગીઓની ખોટી સારવારનાં બિલોનો ક્લેમ વસૂલવાનો મામલો પક્કડમાં આવ્યો હતો.
રોગી ડિસ્ચાર્જ છતાં ચાલુ રહ્યું બિલ મીટર
એમપી હોસ્પિટલમાં રોગીઓનાં ડિસ્ચાર્જ થયા બાદ પણ દર્દી અનેક-અનેક દિવસો સુધી હોસ્પિટલમાં ભરતી છે તેવું દેખાડવામાં આવ્યું. આઇસીયૂમાં પણ ક્ષમતાથી પણ વધારે રોગીઓની સારવાર કરાઇ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ડાયાલિસિસ કેસ એમબીબીએસ ડૉક્ટર તરફથી કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું અને તેઓ પણ હોસ્પિટલની ક્ષમતાથી અનેક ઘણું વધારીને. આપને જણાવી દઇએ કે અનેક મામલાઓમાં વગર સારવાર કરે પણ ક્લેમ પ્રાપ્ત કરી લેવામાં આવ્યો, જેની દર્દીને જાણ સુદ્ધા માત્ર નથી.
એફઆઇઆર
ધનેશચંદ્રએ દાખલ કરાવી ફરિયાદ
ઉત્તરાખંડ અટલ આયુષ્માનનાં કાર્યકારી સહાયક ધનેશ ચંદ્રે બંને હોસ્પિટલ સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાંથી એક એપ્લીકેશન 64 પેજ અને બીજી લગભગ 24 પેજની છે. અરજીમાં એટલી બધી વસ્તુઓની રજૂઆત છે કે જે કારણોસર ઓનલાઇન એફઆઇઆર દાખલ ના કરી શકાય. ફરિયાદની મૂળ કોપીની નકલ કરવામાં આવી રહી છે. જે એપ્લીકેશન આપવામાં આવી છે તે હિંદી અને અંગ્રેજીમાં છે.
કોતવાલીમાં એફઆઇઆર દાખલ કરનારા સૉફ્ટવેરની ક્ષમતા 10 હજાર શબ્દોથી અધિક નથી, જે કારણોસર પોલીસની પાસે પ્રાથમિકી દાખલ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નથી. એમાં પણ જ્યારે પોલીસ આટલી મોટી એફઆઇઆરની તપાસ કરશે તો ઓછામાં ઓછાં એક ફોર્મને કાપવામાં 15 દિવસ લાગી શકે છે, જ્યારે તપાસની સમય સીમા 3 મહીના રાખવામાં આવી છે.