બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / indian embassy advisory for indian nationals in ukraine avoid shehyni medyka border

એડવાઇઝરી / પોલેન્ડમાં આવવા માટે ભૂલથી પણ આ બોર્ડરનો ઉપયોગ ન કરો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને દૂતવાસની સલાહ

Dhruv

Last Updated: 11:01 AM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુદ્ધગ્રસ્ત યુક્રેન (Ukraine Crisis) માં ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. ત્યારે ત્યાં ફસાયેલા ભારતીયોના પણ ત્યાંથી નીકળવા માટેના સતત પ્રયત્નો ચાલુ છે. એવામાં પોલેન્ડમાં ભારતીય દુતાવાસે લોકોને એલર્ટ કર્યા છે કે, ભારતીયો પોલેન્ડ આવવા માટે બુડોમિર્ઝ (Budomierz) બોર્ડરનો જ ઉપયોગ કરે.

  • યુક્રેનમાં ફસાયેલા ભારતીયો કોઇ પણ રીતે બોર્ડર પર આવવાના કરી રહ્યાં છે પ્રયાસ
  • પોલેન્ડમાં ભારતીય દુતાવાસે લોકોને કર્યા એલર્ટ
  • શેહ્યાની-મેદાયકા (Shehyni-Medyka) બોર્ડરનો ઉપયોગ ન કરવાની આપી સલાહ

યુદ્ધગ્રસ્ત યુક્રેન (Ukraine Crisis) માં ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. રશિયન હુમલા (Russian attack) માં ક્યારે કઇ જગ્યાએથી મોતનો અવાજ આવે તેની કંઇ જ ખબર નથી. ચારે બાજુ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં ત્યાં ફસાયેલા ભારતીયોના પણ ત્યાંથી નીકળવા માટેના સતત પ્રયત્નો ચાલુ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો બોર્ડર સુધી આવવા માટે ગમે ત્યાંથી ચાલતી પકડી લે છે. પરંતુ પોલેન્ડમાં ભારતીય દુતાવાસે લોકોને એલર્ટ કર્યા છે કે, યુક્રેનના પશ્ચિમી ભાગ લવિવિ અને ટર્નોપિલ (Lviv and Ternopil) તરફથી આવનારા ભારતીયો પોલેન્ડ આવવા માટે બુડોમિર્ઝ (Budomierz) બોર્ડરનો જ ઉપયોગ કરે. કારણ કે ત્યાંથી બોર્ડર ક્રોસ કરવામાં સરળતા પડશે. પોલેન્ડમાં ભારતીય દૂતાવાસે આ અંગેની એડવાઇઝરી જારી કરતા જણાવ્યું છે કે, શેહ્યાની-મેદાયકા (Shehyni-Medyka) બોર્ડરનો ઉપયોગ ન કરે.

દૂતાવાસે એડવાઈઝરીમાં કહ્યું છે કે, યુક્રેનના પશ્ચિમ ભાગમાં રહેતા ભારતીયોએ બુડોમિર્ઝ બોર્ડરના ચેક પોઈન્ટ પરથી પ્રવેશ કરવો જોઈએ. કારણ કે તેનાથી પોલેન્ડમાં પ્રવેશવું સરળ થશે. Shehyni-Medyka બોર્ડર પ્રમાણમાં વધારે ભીડવાળી છે, જેના કારણે ત્યાંથી પોલેન્ડમાં પ્રવેશવું મુશ્કેલ થઇ શકે છે.

ભારતીય અધિકારીઓ શેહ્યાની-મેદાયકા સરહદ પર મદદ કરવા તૈયાર

દૂતાવાસે એમ પણ કહ્યું કે, જો બુડોમિર્ઝ ચેક પોઈન્ટ પર ન આવી શકે તો તેઓ દક્ષિણમાં હંગેરી અથવા રોમાનિયા બોર્ડરથી આવી શકે છે. દૂતાવાસે કહ્યું કે, ભારતીય અધિકારીઓ શેહ્યાની-મેદાયકા બોર્ડર પર તૈનાત છે. આ અધિકારીઓ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને કોઈ પણ રીતે મદદ કરવા તૈયાર છે. તેનાથી ભારતીયો માટે સુરક્ષિત રીતે દેશમાં પરત ફરવાનો માર્ગ સરળ બનશે. દૂતાવાસે કહ્યું કે, જે ભારતીયો સરહદની બીજી બાજુથી પોલેન્ડમાં પ્રવેશ કરી રહ્યાં છે અને ત્યાં કોઈ જ ભારતીય અધિકારી નથી તો ગભરાશો નહીં. ત્યાંથી રજેસજો (Rzeszow) ની હોટલ (Hotel Prezydecki, ul) માં આવી જાઓ. કારણ કે અહીં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે. ઓપરેશન ગંગા હેઠળ ચાલતા વિમાનો સુધી તમને દેશમાં પાછા ફરવા માટે ત્યાં મોકલવામાં આવશે.

હોટેલ સુધી આવવા માટે ભાડું પણ ચૂકવશે એમ્બેસી

એમ્બેસીએ કહ્યું કે, ગમે તે રીતે તે હોટલ સુધી પહોંચો. કારણ કે તમારી માટે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલ્બ્ધ છે. જો તમારી પાસે પૈસા નથી તો તમને હોટલ પર પહોંચતા જ ભાડું આપવામાં આવશે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયન હુમલા બાદથી ભારત સરકારે ફસાયેલા ભારતીયોને બચાવવા માટે 'ઓપરેશન ગંગા' ચલાવી રહી  છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા ભારતીય અને ભારતીય વિદ્યાર્થીઓને સંઘર્ષના સ્થળોએથી બહાર કાઢવાની છે. ભારતીય અધિકારીઓ પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયા થઈને ભારતીયોને બહાર કાઢવા માટે 24 કલાક કામ કરી રહ્યાં છે. એ માટે એક અલગ ટ્વિટર એકાઉન્ટ @opganga પણ બનાવવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ