બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / India won the 5 test match series by 4-1 against England

BIG BREAKING / IND vs ENG 5th Test Day 3: 64 રન અને એક ઇનિંગથી ટીમ ઇન્ડિયાનો ભવ્ય વિજય, અંગ્રેજોના સૂપડાં સાફ

Megha

Last Updated: 02:45 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચની સાથે ટીમ ઈન્ડિયાએ 4-1થી આ સીરિઝને જીતી લીધી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ધર્મશાલા ટેસ્ટ એક દાવ અને 64 રને જીતીને 5 મેચની સીરિઝ 4-1થી જીતી લીધી હતી. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડે નિશ્ચિતપણે સીરિઝની મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ આ પછી ટીમ ઈન્ડિયાએ આગામી 4 મેચ જીતી લીધી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની 5મી અને છેલ્લી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. પાંચ દિવસની આ ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયા પહેલેથી જ સીરિઝમાં લીડ તો મેળવી જ લીધી હતી અને આજે પાંચમી મેચ જીતીને આ સીરિઝને 4-1થી જીતી લીધી છે.

ભારતનો પ્રથમ દાવ 477 રનમાં સમેટાઈ ગયો હતો. ત્રીજા દિવસે ભારતે 473/8થી રમવાનું શરૂ કર્યું અને અડધા કલાકમાં ભારતે છેલ્લી બે વિકેટ ગુમાવી દીધી. પહેલા કુલદીપ યાદવ (30)ને જેમ્સ એન્ડરસને પેવેલિયન મોકલ્યો હતો. જે બાદ શોએબ બશીરે બુમરાહ (20)ની વિકેટ લીધી હતી. કુલદીપની વિકેટ સાથે જેમ્સ એન્ડરસને 700 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ મેચમાં બુમરાહ બશીરનો પાંચમો શિકાર બન્યો હતો. ભારતને પ્રથમ દાવમાં 259 રનની લીડ મેળવી લીધી હતી. 

આ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડનો બીજો દાવ 195 રન પર જ સમેટાઈ ગયો હતો. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવને 2-2 સફળતા મળી હતી. ઇંગ્લેન્ડને છેલ્લો ફટકો જો રૂટના રૂપમાં લાગ્યો હતો. રૂટ 84 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. 

વધુ વાંચો: 41 વર્ષની ઉંમરે જેમ્સ એંડરસને સર્જ્યો ઇતિહાસ, બન્યો 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર

ભારત પ્રથમ દાવમાં 477 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત માટે, રોહિત શર્મા (103) અને શુભમન ગીલે (110) પ્રથમ દાવમાં પોતપોતાની સદી પૂરી કરી. જ્યારે સરફરાઝ ખાન (56) અને દેવદત્ત પડિકલે (65) અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. યશસ્વી જયસ્વાલે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ