Asian Games 2023 News: પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો
એશિયન ગેમ્સમાં બીજા દિવસે પણ ભારતની શાનદાર શરૂઆત
શૂટિંગમાં વિશ્વ વિક્રમ સર્જી જીત્યો 'ગોલ્ડ મેડલ'
ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ કર્યો કમાલ
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો તો રોઈંગમાં પણ પુરુષોની ચાર ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.
ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો - જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.
India secures six medals - one gold, three silver and two bronze - in #AsianGames at #Hangzhou in china so far. Indian trio Rudrankksh patil, Divyang Panwar and Aishwary Tomar clinched gold in the Men's 10m air rifle event . pic.twitter.com/TMlv6xnz2Q