બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / India will receive the C 295 air lift plane manufactured at the Seville plant in Spain today

શક્તિશાળી / ભારતીય સેનામાં બાહુબલી C295 સામેલ, ખાસિયતો જાણી દુશ્મનોના દાંત ખાટા થઈ જશે, ગુજરાતમાં પણ થશે નિર્માણ

Kishor

Last Updated: 04:50 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેનના સેવિલે પ્લાન્ટમાં તૈયાર થયેલ C-295 એર લિફ્ટ પ્લેન ભારતને આજે મળશે. જેને લેવા વાયુસેનાના વડા સ્પેન પહોંચ્યા છે, ત્યારે જાણો આ તાકાતવર એર લિફ્ટ પ્લેન વિષે આ અહેવાલમાં!

  • દેશની તાકાતમાં થશે પ્રચંડ વધારો
  • આજે પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળશે
  • દેશમાં લવાયેલ આ પ્રથમ એરક્રાફ્ટનું હિંડન એરબેઝ પર ઇન્ડક્શન 

દેશની તાકાતમાં આજે પ્રચંડ વધારો થયો છે. કારણકે ભારતને આજે પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળવા જઈ રહ્યું છે. સ્પેનના સેવિલે પ્લાન્ટમાં તૈયાર થયેલ C-295ને ભારત લાવવા વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સ્પેન પહોંચ્યા હતા. હાલ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેનને આગ્રા એરબેઝમાં તૈનાત કરાશે. દેશમાં લવાયેલ આ પ્રથમ એરક્રાફ્ટનું હિંડન એરબેઝ ઇન્ડક્શન કરવામાં આવશે. 

The aircraft will be built by Airbus in collaboration with the Tata Group in Vadodara

જ્યારે મે 2024માં બીજું C-295 એર લિફ્ટ પ્લેન દેશને મળે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ખાસ વાત એ પણ જાણવા મળી રહી છે કે લગભગ 56 એરક્રાફ્ટ લાવવાનું આયોજન ચાલી રહ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે 16 તૈયાર એરક્રાફ્ટ આવશે અને 40 એરક્રાફ્ટનું ગુજરાતના વડોદરામાં નિર્માણ કરવામાં આવી શકે છે. ટાટા એડવાન્સ સિસ્ટમ કંપની 2024 થી તેને તૈયાર કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઇનનું કામ પ્રગતિ હેઠળ છે.  જે 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000 થી વધુ સ્વદેશી ભાગો તૈયાર કરી અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. સપ્ટેમ્બર 2021માં, ભારતે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે 21 હજાર કરોડ રૂપિયાની ડીલ પર સહી કરી હતી.

આવી છે વિશેષતા

  • શોર્ટ એકઓફ અને લેન્ડિંગની વિશેષતા છે જે  કટોકટીના સમયમાં તેની મદદથી શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકાય છે. કંપનીના દાવા પ્રમાણે માત્ર 320 મીટરના અંતરથી ટેક-ઓફ કરવાની તાકાત ધરાવે છે. સિવાય લેન્ડિંગ માટે માત્ર 670 મીટરનું અંતર જ જોઈએ છે.
  • વધુમાં દેશના પહાડી વિસ્તારોમાં ઓપરેશન માટે તે મદદરૂપ સાબિત થશે. તે લદ્દાખ, કાશ્મીર, સિક્કિમ અને આસામ જેવા પહાડી વિસ્તાર ઇમરજન્સીમાં કામ આવી શકે છે.
  • વધુમા તે 11 કલાક સુધી સતત ઉડવાની ક્ષમતા ધરાવે છે. તેની લંબાઈ 24.45 મીટર અને પહોળાઈ 8.65 મીટર અને 25.81 મીટર છે પાંખોનો ફેલાવો છે. 12.69 મીટર લાંબી પ્રેશરાઇઝ્ડ કેબિ અને તે 30 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા  છે.
  • આ પ્લેન 7,050 KG ના પેલોડને પણ ઉપાડી શકે છે. એટલે કે એક સાથે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ્સ સાથે ઉડી શકે છે.
  • પાછળના ભાગમાં રેમ્પ ડોર ધરાવતું આ એરક્રાફ્ટના કટોકટી ટાણે કાર્ગોનું લોડિંગ અને અનલોડિંગ સરળ બનાવે છે. તથા ટચ સ્ક્રીન સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ પણ છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ