બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / India-Pakistan match today at Narendra Modi Stadium in Ahmedabad

હાઈવોલ્ટેજ મેચ / INDvsPAK: ભારત-પાકિસ્તાનની મેચ જોવા જતા પહેલાં આટલું વાંચી લેજો, મેદાનમાં આટલી જ વસ્તુઓ લઇ જવાશે, એન્ટ્રી કેટલાં વાગ્યાથી

Malay

Last Updated: 10:18 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Pakistan match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, દર્શકો સ્ટેડિયમમાં આ વસ્તુઓ જ લઈ જઈ શકશે.

  • આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ
  • પાર્કિંગ અને સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક 
  • સવારે 10.00 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે

ICC Cricket World Cup 2023: વર્ષોથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યારે લોકોનો ઉત્સાહ આસમાને જ હોય છે. સ્ટેડિયમ પણ વર્ષો જુની પરંપરા મુજબ ખીચોખીચ ભરાઈ જતું હોય છે. તેમાં પણ આ વખતે તો મેચ અમદાવાદમાં રમાઈ રહી છે અને તે પણ વર્લ્ડ કપની મેચ. એટલે ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે. જેને લઈને ટિકિટની માંગ વધી છે, હોટલોના ભાડા વધ્યા છે, રેલવે-ફ્લાઇટ ફૂલ છે. ત્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાનની જોવા જનારા દર્શકો કઈ-કઈ વસ્તુઓ સ્ટેડિયમમાં સાથે લઈ જશે તેના વિશે આજે અમે આપને જણાવીશું. આજે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી નક્કી કરાયેલી વસ્તુઓ જ સ્ટેડિયમની અંદર લઈ જવા દેવામાં આવશે.

9 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં INDvsAUS ટેસ્ટ મેચ, ભાજપના તમામ  કાર્યકર્તાઓને ટિકિટ કરાશે પ્રોવાઇડ | Test match will be played between  India and Australia in Ahmedabad

ભારત-પાકિસ્તાન મેચ જોવા જનારાઓ જાણી લો
1. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને સવારે 10.00 કલાકથી પ્રવેશ આપવામાં આવશે
2. બપોરે 12.30 કલાકે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે
૩. પ્રેક્ષકો માત્ર પર્સ, મોબાઈલ ફોન, ટોપી અને જરુરી દવા મેચ દરમિયાન સાથે રાખી શકશે
4. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સંસ્થાએ નિ:શુલ્ક પાણીની તથા મેડિકલની સુવિધા કરેલ છે
5. તે સિવાયની કોઈ પણ વસ્તુ મેચ દરમિયાન સાથે રાખી શકાશે નહીં 

દેશના ખૂણે-ખૂણથી અમદાવાદ આવી રહ્યા છે દર્શકો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચને લઈને ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે વિશ્વ કપની મેચ રમાશે. આ મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો ઊમટી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

આજે ફરી ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમમાં મેચ: સટોડીયાઓ પર  પોલીસની ખાસ નજર | Match between Gujarat Titans and Kolkata Knight Riders at Narendra  Modi Stadium

અત્યારસુધી બન્ને ટીમ વચ્ચે 7 વર્લ્ડ કપમાં સાતવાર જંગ થયો
મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ટીમ ઈન્ડિયા જીત મેળવી ચૂકી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ