બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India, Maldives ink six pacts to broad-base ties

કૂટનીતિ / ભારત અને માલદીવ વચ્ચે થયા છ મહત્વના કરાર, PM મોદીએ કરી 100 મિલિયન ડોલરની સહાયની જાહેરાત

Hiralal

Last Updated: 02:55 PM, 2 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આવેલા માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાઈમ સોલિહ સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ માલદિવ માટે મોટી સહાયનું એલાન કર્યું છે.

  • માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાઈમ સોલિહ ભારતની મુલાકાતે
  • ભારત અને માલદીવ વચ્ચે થયા છ કરાર
  • સંરક્ષણ, ઊર્જા, ડ્રગ ટ્રાફિકિંગ સહિતના છ સેક્ટરમાં કરાર 
  • પીએમ મોદીએ માલદીવ માટે કરી 100 મિલિયન ડોલરની સહાયની જાહેરાત 

ભારતની મુલાકાતે આવેલા માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહમ સોલિહ અને પ્રધાનમંત્રી મોદી સાથે મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં બન્ને દેશ વચ્ચે છ મહત્વના કરાર થયા છે. આ ઉપરાંત ભારત તેના પડોશી માલદીવ માટે મોટી મદદનું પણ એલાન કર્યું છે. ભારતે માલદીવને 100 મિલિયન ડોલરની ક્રેડિટ લાઈન અને 2,000 સોશિયલ હાઉસિંગ યુનિટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. 

ક્ષમતા નિર્માણ, સાયબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન સહિત છ કરાર 

ભારત અને માલદીવ વચ્ચે છ કરાર થયા છે જેમાં ક્ષમતા નિર્માણ, સાયબર સુરક્ષા, આવાસ, આપત્તિ વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં સહયોગની સુવિધા મળશે.

માલદીવ માટે 100 મિલિયન ડોલરની સહાયની જાહેરાત 
ભારત અને માલદીવે મંગળવારે અનેક મહત્વના ક્ષેત્રોમાં સહકાર વધારવા માટે છ સમજૂતીઓ કરી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી દિલ્હી ટાપુ રાષ્ટ્રની કોઈ પણ જરૂરિયાત અથવા કટોકટીનો સામનો કરવા માટે "પ્રથમ પ્રતિસાદ આપનાર" રહ્યું છે અને રહેશે. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે વિસ્તૃત વાટાઘાટો કર્યા પછી, મોદીએ સમયબદ્ધ રીતે વિકાસ યોજનાઓને પૂર્ણ કરવા માટે પડોશી દેશ માટે 100 મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટની જાહેરાત કરી હતી.

ભારત માલદીવને 2,000 સોશિયલ હાઉસિંગ યુનિટ્સ માટે નાણાકીય સહાય પૂરી પાડશે 

પીએમ મોદીએ કહ્યું કે અમે આજે ગ્રેટર માલેમાં 4000 સામાજિક આવાસ એકમોના નિર્માણ માટેના પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે અમે 2,000 સોશિયલ હાઉસિંગ યુનિટ્સ માટે નાણાકીય સહાય પણ પૂરી પાડીશું. તેમણે ઉમેર્યું હતું કે, "અમે 100 મિલિયન ડોલરની વધારાની લાઇન ઓફ ક્રેડિટ પ્રદાન કરવાનું પણ નક્કી કર્યું છે, જેથી તમામ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે.

આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને નશીલા દ્રવ્યોની દાણચોરીનો ખતરો ગંભીર
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય અપરાધ, આતંકવાદ અને નશીલા દ્રવ્યોની દાણચોરીનો ખતરો ગંભીર છે અને ભારત-માલદિવ વચ્ચેનાં ગાઢ સંબંધો સંપૂર્ણ વિસ્તારમાં શાંતિ માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, ભારત-માલદીવની ભાગીદારી બંને દેશોનાં નાગરિકોનાં હિતમાં કામ કરવાની સાથે-સાથે સંપૂર્ણ વિસ્તાર માટે શાંતિ અને સ્થિરતાનો સ્ત્રોત પણ બની રહી છે. તેમણે કહ્યું હતું કે, ભારત માલદીવની કોઈ પણ જરૂરિયાત કે કટોકટીનો પ્રથમ પ્રતિસાદ આપનાર દેશ રહ્યો છે અને રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ