ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / India in economy crisis explaining in seven points

બીમાર અર્થવ્યવસ્થા / મોદી રાજમાં દેશમાં મોટી મંદીના ભણકારા: છેલ્લા પાંચ વર્ષમાં લાખો યુવાનો બેરોજગાર

Published By: vtvAdmin

Last Updated: 07:52 PM, 3 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની અર્થવ્યવસ્થા મંદીના ભરડાના એંધાણ વચ્ચે એક પછી એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. આ સાથે જ મોદી રાજમાં દેશ મંદીમાં સપડાવવાનો હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે હાલમાં જ ઓટો અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટી છટણીના પણ અહેવાલ હતા.

ADVERTISEMENT

આ ઉપરાંત મોદી સરકારને મોટો ઝટકો ત્યારે મળ્યો જ્યારે GDP રેટ માત્ર 5 ટકા જેટલાં નીચા સ્તરે આવ્યો. ત્યારે જાણીએ એવા કયા મુદ્દાઓ છે જે મંદીના માહોલનો અહેસાસ કરાવે છે.

2014માં 7.4 % રહેલો GDP ઘટીને 5 વર્ષના અંતે 5 % થયો

2014માં મોદી સરકાર બન્યા પહેલાં GDP 7.4 ટકા હતો જે ઘટીને 5 વર્ષના અંતે 2019માં 5 ટકા થયો છે. જે આંક છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો છે. 2019-20ના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન) માં GDPનો વિકાસ દર(ગ્રોથ રેટ) ઘટીને 5 ટકા રહ્યો છે. ગત ત્રિમાસિકમાં મેન્યુફેકચરિંગ સેકટરની ગતિવિધિયોમાં થયેલા ઘટાડા અને કૃષિ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની અસર જીડીપી ગ્રોથ પર વધુ થઈ છે.

70 વર્ષના ગાળામાં સૌથી ખરાબ સમયમાં અર્થવ્યવસ્થાઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના જણાવ્યા અનુસાર હાલની અર્થવ્યવસ્થા છેલ્લા 70 વર્ષના સમયગાળામાં સૌથી ખરાબ છે. નોટબંધી અને GSTથી અર્થવ્યવસ્થાની સ્થિતિ બગડી છે. રાજીવ કુમારે સરકારને સલાહ આપતાં કહ્યું કે, ‘પ્રાઇવેટ સેક્ટરનો ડર દૂર કરવો પડશે જેથી રોકાણને પ્રોત્સાહન મળે’

ઈતિહાસમાં પ્રથમ વખત સરકારે RBI પાસેથી પૈસા માંગવા પડ્યા

આઝાદીના ઈતિહાસમાં સૌ પ્રથમ વખતે સરકારે RBIના રિઝર્વ ફંડમાંથી વિકાસના બહાને પૈસા માંગ્યા છે. RBIએ સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાની મદદ કરી છે. જો કે અર્થશાસ્ત્રીઓના મતે જ્યારે દેશની અર્થવ્યવસ્થા નબળી પડે ત્યારે જ RBIને સરકારની મદદ કરવી પડતી હોય છે. આ તમામ સ્થિતિઓ દેશ મોટી મંદીમાં છે એવું સાબિત થાય છે. આ ઉપરાંત હજુ સુધી સરકાર તરફથી એ સ્પષ્ટ નથી થયું કે આ 1.76 લાખ કરોડનો ઉપયોગ કેવી રીતે કરશે.

ઓટો, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગોમાં લાખો યુવાનો બેરોજગાર

દેશમાં ઓટો સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી મંદી આવી છે. મારૂતિ અને ટાટાએ અમુક પ્લાન્ટમાં પ્રોડક્શન પણ બંધ કર્યું છે. જ્યારે એક રિપોર્ટ મુજબ ઓટો સેક્ટરમાંથી 3.5 લાખ કરતાં વધુ યુવાનો બેરોજગાર થયા છે. આ સાથે ટેક્સટાઈલ સેક્ટરમાં અનેક કંપનીઓએ પ્રોડક્શન બંધ કર્યું છે જ્યારે ગત પાંચ વર્ષમાં 25 લાખ કરતાં વધુ યુવાનો બેરોજગાર થયા છે. હિરા ઉદ્યોગમાં હજારો નોકરી ગુમાવી ચૂક્યા છે યુવાનો. 

અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન 8 ઉદ્યોગોમાં વિકાસદર ઘટ્યો

આર્થિક વિકાસ દર છેલ્લા છ વર્ષના સૌથી નીચા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશના મહત્વના ઉદ્યોગોના વૃદ્ધિ દરમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશના આઠ બુનિયાદી ઉદ્યોગોની વૃદ્ધિની ઝડપ જુલાઇમાં ઘટીને 2.1 ટકા જોવા મળી છે.  કોલસો, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસના રિફાઈનરી ઉદ્યોગો અને ફર્ટિલાજર્સ, સ્ટીલ, સીમેન્ટ ઉદ્યોગોમાં મંદી જણાય છે. 

મંદીના કારણે 1200 કંપનીઓનું સેલ્સ ઠપઃ IIM સર્વે

વિશ્વની  સૌથી પ્રતિષ્ઠીત મેનેજમેન્ટ સંસ્થા (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) IIM અમદાવાદના સર્વે મુજબ મંદીના કારણે 1200 કંપનીઓનું સેલ્સ ઠપ થયું છે. 1600 કપંનીઓ પર કરાયેલાં સર્વેમાં ત્રીજા ભાગની અર્થાત્ 1200 કંપનીઓમાં સેલ્સ ખૂબ સામાન્ય અથવા ઠપ થયું છે. આ ઉપરાંત નફો પણ ખૂબ સામાન્ય અથવા નહિવત્ માત્ર થયો છે. જે દેશમાં મોટી મંદીના એંધાણ દેખાડે છે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

Economic crisis Economic crisis in Modi Government Economical Crisis in india Indiain Economy modi government Economical Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ