બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AUS test: રિષભ પંતે એવો શૉટ માર્યો કે, બોલ લેવા સીડીનો સહારો લેવો પડ્યો, Video ખરેખર જોવાં જેવો

ક્રિકેટ / IND vs AUS test: રિષભ પંતે એવો શૉટ માર્યો કે, બોલ લેવા સીડીનો સહારો લેવો પડ્યો, Video ખરેખર જોવાં જેવો

Last Updated: 11:21 AM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS: રિષભ પંતે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડેબ્યૂટન્ટ ઓલરાઉન્ડર બીયુ વેબસ્ટરના બોલ પર જબરદસ્ત શોટ માર્યો. જે વિકેટની સામે સાઇટ સ્ક્રીન પર વાગ્યો. પરંતુ થોડા સમય બાદ પંત આઉટ થઈ ગયા.

Sports News: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની 5 મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. જ્યાં ભારતને શરૂઆતી ઝટકા લાગ્યા અને ટીમની મુશ્કેલીઓ વધી ગઈ. પ્રથમ સેશનમાં ઓસ્ટ્રેલિયાના બોલરોનો દબદબો રહ્યો. આ સેશનમાં યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ અને શુભમન ગિલની વિકેટ પડી. આ પછી વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ક્રિઝ પર બેટિંગ કરવા આવ્યા. બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં રિષભનું બેટ શાંત રહ્યું છે. જેના કારણે પંતના ટીમમાં સ્થાન પર સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે સિડની ટેસ્ટમાં રિષભ પંતના બેટથી સારા શોટ જોવા મળ્યા.

માર્યો એવો શોટ કે બોલને ઉતારવા માટે લગાવવી પડી સીડી

ભારતના વિકેટકીપર રિષભ પંતે (Rishabh Pant) સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ડેબ્યૂટન્ટ ઓલરાઉન્ડર બીયુ વેબસ્ટરના બોલ પર એવી સિક્સર ફટકારી કે બોલ સામે સાઈટ સ્ક્રીન પર જતો રહ્યો. આ બોલને નીચે ઉતરવા માટે મેદાન પર કામ કરતો યુવક સીડી લઈને આવ્યો. જે બાદ બોલને ઉતારવામાં આવ્યો.

PROMOTIONAL 12

રિષભ પંત (Rishabh Pant) સિડની ટેસ્ટમાં પણ કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. તેમણે 40 રનની ઇનિંગ રમી. જેમાં પંતે પોતાના બેટમાંથી 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. આ મેચમાં પંત સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પરંતુ એક વખત તેમના ખરાબ શોટને કારણે વિકેટ પડી ગઈ.

આ પણ વાંચો: કોહલી Out કે Not Out? અમ્પાયરના ફેંસલા પર સર્જાયો વિવાદ, ઓસ્ટ્રેલિયા ટેન્શનમાં! જુઓ Video

બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં ફ્લોપ રહ્યો પંત

ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર સીરીઝમાં રિષભ પંત (Rishabh Pant) નું બેટ સંપૂર્ણ રીતે શાંત રહ્યું છે. તેમણે 5 ટેસ્ટ મેચની 9 ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી નથી. જ્યારે પંતને દરેક મેચમાં સારી શરૂઆત મળી છે. પંતે 9 ઇનિંગ્સમાં 24.25ની એવરેજથી 194 રન બનાવ્યા છે. જેમાં સિડની ટેસ્ટમાં તેમના બેટથી સૌથી મોટો સ્કોર જોવા મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant IND vs AUS Sydney Test
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ