બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs aus final world cup 2023 pat cummins becomes special captain from compelled one for australia

World Cup 2023 / વર્લ્ડકપ ફાઇનલ: મજબૂરીમાં મળી હતી ઑસ્ટ્રેલિયાની કમાન, ચાર વિશ્વ વિજેતા કેપ્ટનથી કેટલો અલગ છે પેટ કમિન્સ?

Dinesh

Last Updated: 10:40 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs AUS World Cup 2023: કમિન્સ પાસે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ જીતનાર પાંચમો કેપ્ટન બનવાની તક છે. કમિન્સ પહેલા ચાર મહાન કેપ્ટન ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે.

  • ઑસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સ ખાસ વાત
  • કમિન્સને 2021ના અંતમાં કેપ્ટનશિપ સોંપાઈ હતી
  • 239 ટેસ્ટ, 139 ODI, 55 T20 વિકેટ તેના નામે


ND vs AUS: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા અમે તમને કેટલીક મહત્વની વાત કરવાના છીએ. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ વિશે વાત કરીએ છીએ. એ જ પેટ કમિન્સ જેમને 2021ના અંતમાં કેપ્ટનશિપ સોંપવાની ફરજ પડી હતી. 

ઓસ્ટ્રેલિયાને 4 કેપ્ટનએ ચેમ્પિયન બનાવ્યુ
તમને જણાવી દઈએ કે કમિન્સ પાસે ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ જીતનાર પાંચમો કેપ્ટન બનવાની તક છે. કમિન્સ પહેલા ચાર મહાન કેપ્ટન ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે. જેમાંથી રિકી પોન્ટિંગે 2003 અને 2007માં પોતાની કપ્તાની હેઠળ ટીમને બે વખત વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ વખત 1987માં એલન બોર્ડરની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી. જે બાદ 1999માં સ્ટીવ વોની આગેવાનીમાં કાંગારૂ ટીમને ટાઈટલ અપાવ્યું હતું. રિકી પોન્ટિંગ પછી માઈકલ ક્લાર્કની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા 2015માં પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું.

કમિન્સ વિશે શું ખાસ છે?
આ ચાર કેપ્ટનથી અલગ છે જે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવી શકે છે. કમિન્સ ન તો બોર્ડરની જેમ સ્લેજ કરે છે અને ન તો રિકી પોન્ટિંગ જેવો આક્રમક છે. તે ખૂબ જ શાંત કેપ્ટન છે. તેમની કેપ્ટનશીપ હેઠળ તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય ટીમે તેની કેપ્ટનશિપમાં એશિઝ પણ જીતી હતી.

કમિન્સને કેપ્ટનશીપ કેમ મળી?
પેટ કમિન્સ એક શાનદાર ફાસ્ટ બોલર છે. તેના નામે 239 ટેસ્ટ, 139 ODI અને 55 T20 આંતરરાષ્ટ્રીય વિકેટ છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ મેચમાં બેટથી પણ જાદુ ચલાવ્યું છે. વર્તમાન વર્લ્ડ કપમાં તે અફઘાનિસ્તાન સામેની મહત્વની મેચમાં 68 બોલ રમ્યો હતો અને તેણે મેક્સવેલને ઉત્તમ સારો એવો સાથ આપ્યો હતો. તેને 2021માં કેપ્ટનશીપ આપવામાં આવી હતી પરંતુ મહત્વની વાત એ છે કે તે કેપ્ટનશીપનો ઉમેદવાર નહોતો. એરોન ફિન્ચે ટેસ્ટ ક્રિકેટ છોડી દીધી હતી. ટિમ પેન કૌભાંડમાં ફસાઈ ગયો હતો. બોલ ટેમ્પરિંગ બાદ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર કેપ્ટનશિપનો પ્રતિબંધનો સામનો કરી રહ્યા હતા. આ પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પેટ કમિન્સ તરફ નજર નાંખી હતી.

ભારતનો સામનો કરશે
ઓસ્ટ્રેલિયા માટે 55 ટેસ્ટ, 87 ODI અને 50 T20 ઈન્ટરનેશનલ રમનાર કમિન્સ ઓસ્ટ્રેલિયાને છઠ્ઠો વર્લ્ડ કપ ટાઈટલ જીતવામાં મદદ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું છે. કારણ કે ટીમ ઈન્ડિયાનો પડકાર આસાન નથી. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચો અને સેમી ફાઈનલ મેચો જીતીને આવી છે. જ્યારે લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયાને માત્ર ભારત અને સાઉથ આફ્રિકાએ પરાજય આપ્યો હતો. કાંગારૂઓએ સેમી ફાઇનલમાં આફ્રિકા સામે મુકાબલો કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયાનો વારો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ