બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / income of government through Petrol Diesel is disclosed by finance minister nirmala sitharaman

Petrol Diesel / પેટ્રોલ ડીઝલના વધેલા ભાવથી સરકારને કેટલી કમાણી? નાણામંત્રીનો જવાબ સાંભળીને ચક્કર આવી જશે

Mayur

Last Updated: 09:53 AM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ્રોલ ડીઝલના ભાવ હવે ક્યારેય ઓછા થાય એવું લાગી રહ્યું નથી. કોરોના બાદ સામાન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે. હવે સરકારે આમાંથી પોતાની કમાણીનાં આંકડા જાહેર કર્યા છે.

  • પેટ્રોલ ડીઝલ પાછળ સરકારની આવક 
  • સંસદમાં સીતારમણનો જવાબ 
  • ફરી એ ભાવ થશે કે નહીં?

મોંઘવારીના જમાનામાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોએ સામાન્ય માણસનું 'તેલ' કાઢી નાખ્યું છે. જો કે, ભૂતકાળમાં કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારોએ ટેક્સમાં ઘટાડો કરીને જનતાને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ રાહત છતાં તેલના ભાવ હવે એટલા ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જ્યાંથી નીચે આવવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે સામાન્ય માણસના ખિસ્સા કાપ્યા પછી સરકારે પોતાની તિજોરી કેટલી ભરી? તો આ સવાલનો જવાબ હવે મળી ગયો છે. સરકારે સંસદમાં ઈંધણથી થતી કમાણી અંગે માહિતી આપી છે.

સાંસદોએ ઉઠાવ્યો હતો મુદ્દો 
સંસદમાં કેટલાક સાંસદોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સવાલ ઉઠાવ્યા અને સરકારને પૂછ્યું કે તેને ઘટાડવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે. સાંસદોએ એવો પણ સવાલ કર્યો હતો કે ઈંધણ વેચીને સરકારને કેટલો ટેક્સ મળ્યો છે. તેના પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરકારને ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે, જ્યારે આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે.

સંસદમાં સીતારમણનું નિવેદન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં જણાવ્યું કે સરકારને પેટ્રોલ અને ડીઝલમાંથી કેટલી કમાણી થઈ છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021માં જ સરકારને ટેક્સમાંથી 3.71 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવ
આ વર્ષે 4 નવેમ્બરે, દિવાળી પહેલા, સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી હતી. આ પછી ઘણા રાજ્યોએ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ઘટાડો કરવાની જાહેરાત કરી. આ પછી, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોમાં થોડો ઘટાડો થયો હતો, જો કે, હવે તે પહેલા કરતા ઘણા વધારે છે અને તેના ઓછા આવવાની કોઈ શક્યતા નથી દેખાતી. સરકાર આ માટે વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવને ટાંકી રહી છે. સરકારે સંસદમાં જણાવ્યું હતું કે તેલની નિકાસ કરતા દેશો માંગ કરતાં ઓછો સપ્લાય કરી રહ્યા છે, જેના કારણે તેલની કૃત્રિમ અછત સર્જાઈ છે. માંગ અને પુરવઠાના કારણે તેલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ