બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પોરબંદરમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ, તો રાજકોટમાં કેદીએ ખાધો ગળાફાંસો
Last Updated: 03:12 PM, 8 December 2025
રાજકોટમાં કસ્ટોડીયલ ડેથનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોપટપરા જેલનો કેદી રાજેન્દ્ર રાઠોડ જેઓ PGVCLના નિવૃત્ત કર્મચારી હતી. જેઓની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT

કેદીએ પંખામાં દોરડું બાંધી આપઘાત કરી લીધો
ADVERTISEMENT
માહિતી મુજબ, રાજેન્દ્ર રાઠોડની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન, કેદીએ પંખામાં દોરડું બાંધી આપઘાત કરી લીધો. રાજેન્દ્ર રાઠોડ પર પરણીત પુત્રીના પ્રેમીની હત્યાની હત્યા કેસમાં કાર્યવાહી ચાલી રહી હતી અને આ કેસની તપાસ દરમિયાન જ તેઓ જેલમાં બંધ હતા.

ADVERTISEMENT
પોલીસ અને જેલ અધિકારીઓ ઘટનાની તપાસ શરૂ કરી
આ ઘટનાથી હોસ્પિટલ અને જેલમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને જેલ અધિકારીઓ ઘટનાની તપાસ શરૂ કરી છે અને કેદીનું આપઘાત કેમ થયું તેની બધી વિગતો એકત્ર કરી રહ્યાં છે. આ ઘટનાએ સુરક્ષા અને કસ્ટોડીયલ જોગવાઈઓની જટિલતા પર ફરીથી સવાલ ઊભા કર્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુભાષબ્રિજ હવે આટલા મહિના બંધ રહેશે! સમાચાર સાંભળી અમદાવાદીઓને લાગશે ઝટકો
હોસ્પિટલના પ્રિઝનલમાં આપઘાતનો પ્રયાસ કર્યો
ADVERTISEMENT
પોરબંદરમાં કેદીએ ભાવસિંહજી હોસ્પિટલના પ્રિઝનલમાં આપઘાતનો પ્રયાસ કર્યો છે. કેદીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોરબંદરની ખાસ જેલમાં કેદી મહેશ બથવારની તબિયત લથડી હતી. સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ગુનાહિત ઇતિહાસ ધરાવનાર મહેશ બથવારે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં બગવદર પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં મહેશ બથવારે તોડફોડ કરી હતી. ભાવસિંહજી હોસ્પિટલમાં ગતરાત્રીએ આપઘાત કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો છે. વધુ સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલ રીફર કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.