બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / રાજકોટ / Inadequate stock of medicine for thalassemia patients in Rajkot Civil since last one month

લાલિયાવાડી / છેલ્લાં એક મહિનાથી રાજકોટ સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટે દવાનો સ્ટોક અપૂરતો, લેવી પડે છે રોજની 8થી 10 ગોળીઓ

Priyakant

Last Updated: 03:38 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Civil Hospital Latest News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો અપૂરતો સ્ટોક, અતિઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી તો સિવિલ સુપ્રીટેન્ડન્ટે કહ્યું આજે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાશે

  • રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી 
  • થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો અપૂરતો સ્ટોક
  • અતિઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી 
  • દવાનો સ્ટોક ખાલી થતા દર્દીઓને હાલાકી 
  • છેલ્લા એક મહિનાથી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી

Rajkot Civil Hospital News : રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવો છે. વાત જાણે એમ છે કે, સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનુ સામે આવ્યું છે. રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે થેલેસેમિયાની સારવારમાં અતિઉપયોગી ગણાતી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. 

રાજકોટ સિવિલમાં છેલ્લા એક મહિનાથી કેલ્ફર દવાનો સ્ટોક ખાલી થતા દર્દીઓને હાલાકી પડી રહી છે. મહત્વનું છે કે, થેલેસેમિયાના દર્દીઓને જો આ દવા ન મળે તો દર્દીના હાર્ટ, લિવર અને કિડની પર ગંભીર અસર પડે છે. આ તરફ સિવિલમાં સ્ટોક ન હોવાથી જો બહારથી ખરીદવામાં આવે તો આ કેલ્ફર દવાની ઉંચી કિંમત સામાન્ય અને ગરીબ પરિવારને પરવડે તેમ નથી. જેને લઈ થેલેસેમિયાના દર્દીઓ દ્વારા સિવિલ અધિક્ષકને રજૂઆત  કરવામાં આવી હતી. 

એક દર્દી દરરોજની 8થી 10 ગોળી લેવી પડે છે
સિવિલમાં થેલેસેમિયાના દર્દીઓ માટેની દવાઓનો સ્ટોક અપૂરતો હોવાનું સામે આવતા દર્દીઓને હાલાકી ઊભી થઈ છે. થેલેસિમિયામાં અતિઉપયોગી એવી કેલ્ફર દવાનો સ્ટોક સિવિલમાં છેલ્લા એક મહિનાથી ખાલી હોવાનું સામે આવ્યું છે. કેલ્ફર દવા થેલેસેમિયાના દર્દીઓના શરીરમાં લોહતત્વ કંટ્રોલ કરવાનું કામ કરે છે. મહત્વનું છે કે, એક દર્દી દરરોજની 8થી 10 ગોળી લેવી પડે છે. દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની માત્ર 12 ગોળી આવે છે.  
 
શું કહ્યું સિવિલ સુપ્રીટેન્ડન્ટે ? 
આ તરફ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ફાર્મસીસ્ટ સાથે સ્ટોક અંગે માહિતી મંગાવી છે. દવાની અછત હોવાનું સિવિલ સુપ્રીટેન્ડન્ટે સ્વીકાર કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે સાંજ સુધીમાં દવાનો જથ્થો મંગાવી લેવાશે. આ સાથે LR મશીન પણ બંધ હોવાથી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ