બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara Padra taluka the sarpanch tried to rob a girls modesty

ચકચાર / ગુજરાતનાં આ ગામમાં લંપટ સરપંચનો ત્રાસ: દીકરીઓ પર બગાડી નજર, બીભત્સ માંગણી ન સંતોષાતા કરી શરમજનક કરતૂત

Kishor

Last Updated: 05:19 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પાદરા તાલુકાના દુધવાળા ગામના સરપંચ ઉત્તમ પટેલે 16 વર્ષની કિશોરીને ફેક્ટરીના ગોડાઉનમાં બોલાવી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા ચકચાર જાગી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી આરંભી છે.

  • વડોદરામાં સરપંચે જ વટાવ્યા મર્યાદાના સીમાડા 
  • 16 વર્ષની કિશોરીને ફેક્ટરીમાં બોલાવી કર્યો આબરૂ લૂંટવાનો પ્રયાસ
  • પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી કાર્યવાહી

સરપંચને ગામનો રક્ષક અને તે આખામાંના લોકોના સુખ દુઃખનો સાથી માનવામાં આવે છે. પરંતુ જ્યારે સરપંચ જ મર્યાદાના સીમાડા વટાવે ત્યારે વાળ થઈને ચિભડા ગળે તેવો ઘાટ સર્જાતો હોય છે. એવો જ એક સરપંચ જે પોતાના જ ગામની કિશોરીની આબરૂ લેવા પર આવી ગયો છે હોવાથી પરિવારજનો મજબૂરીવસ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

સરપંચે 16 વર્ષની કિશોરીને ફેક્ટરીમાં બોલાવીને...
વડોદરાના પાદરા તાલુકાના દુધવાળા ગામના સરપંચના કારણે આજે એક પરિવારને જીવવું મુશ્કેલ બની ગયું છે. સમગ્ર ઘટના એવી છે કે દુધવાળા ગામના સરપંચ ઉત્તમ પટેલે બેરોજગાર પિતાને નોકરી આપવાની લાલચ આપી સરપંચે 16 વર્ષની કિશોરીને ફેક્ટરીના ગોડાઉનમાં બોલાવી હતી. આ દરમિયાન બળજબરી કરી હતી. જોકે કિશોરીએ પરિસ્થિતિ પારખી પિતાને બૂમ પાડી હતી. આથી સરપંચની ચૂંગલમાથી બાળકી માંડ બચી હતી. બાદમાં કિશોરીના વોટ્સએપ પર સરપંચે કરેલી વાતચીતના ચેટિંગ સાથે પોલીસમાં ફરિયાદ કરી હતી જોકે પોલીસે સરપંચને હાજર કરાવી જામીન પણ આપી દીધા હતા. જોકે જામીન મળ્યા બાદ સરપંચ પરિવારજનોને ધક ધમકી આપી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. જેને લઇને આ આજે પરિવારને ગામમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

પરિણીતાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર તડીપાર આરોપી ઝડપાયો | marriage women  rape Deportation arrest

વડોદરા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત
સરપંચ ઉત્તમ પટેલે પોતાનાથી અડધી ઉંમરની કિશોરીની આબરૂ લેવાનો પ્રયાસ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દુધવાળાની સોહમ કંપનીમાં કિશોરીના પિતાને નોકરી અપાવવાની લાલચ આપી હતી. જોકે સમગ્ર મામલે કિશોરીએ વડું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે પોકસોની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકીય વગ ધરાવતા સરપંચે જામીન મેળવી લીધા હતા. હવે પરિવારજનોને ધક ધમકીઓ આપે છે. ત્યારે ન્યાય માટે આજે પીડિતા અને તેનું પરિવાર વડોદરા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ