બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / In this years election this seat of Surendranagar will be a real game

સત્તાસંગ્રામ / આ વર્ષની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની આ બેઠક પર જામશે ખરાખરીનો ખેલ, શું ભાજપના ગઢમાં કોંગ્રેસ-AAP બાજી મારી જશે?

Malay

Last Updated: 04:27 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વઢવાણ સીટ પરથી તરુણ ગઢવી પર વિશ્વાસ મૂક્યો છે. તો ગઢવીની સામે ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપી છે.

 

  • ભાજપનો ગઢ માનવામાં આવે છે વઢવાણ વિધાનસભા બેઠક
  • 1990થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો દબદબો
  • વઢવાણ બેઠક પર આ વખતે જામશે ત્રિપાંખિયો જંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય રીતે નિર્ણાયક આ રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી વઢવાણ વિધાનસભા બેઠક પર પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે. આ વિધાનસભા સીટને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1990થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો દબદબો યથાવત છે. 

કઈ પાર્ટીથી કોણ ઉમેદવાર?
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વઢવાણ બેઠક પરથી કોંગ્રેસે તરૂણ ગઢવી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે ગઢવીની સામે ભાજપે જગદીશ મકવાણાને તક આપી છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. આ સાથે જ ગુજરાતની ચૂંટણીમાં પુરી તાકાત લગાવી રહેલી આમ આદમી પાર્ટી વતી હિતેશ પટેલ (બજરંગ)ને ટિકિટ આપવામાં આવી છે.  

બીજા જ દિવસે બદલી નાખ્યા ઉમેદવાર
વઢવાણ બેઠક ભાજપનો ગઢ છે. અહીંથી બે વખત કોંગ્રેસમાંથી હારી જનાર હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપે પહેલા જિજ્ઞાબેન પંડ્યાને આ બેઠક પરથી ટિકિટ આપી હતી, બાદમાં એમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા મૂળ લીંબડીના અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશ મકવાણાને ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે.

ગત ચૂંટણીનું વઢવાણ સીટનું પરિણામ
2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલા ધનજીભાઈ પટેલ (મેકસન)એ કોંગ્રેસના ઉમેદવાર પટેલ મોહનભાઈ ડાહ્યાભાઈને 19,524 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં ધનજીભાઈને 89,595 મત મળ્યા હતા જ્યારે મોહનભાઈને 70,071 લોકોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. NOTA 1312 મતો સાથે પાંચમા નંબરે હતી. હવે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે શું ભાજપ 2022ની ચૂંટણીમાં પોતાની જીત જાળવી શકશે કે નહીં?

મતદારોના સમીકરણ
વઢવાણ વિધાનસભા બેઠકમાં કુલ 2,00,802 મતદારો છે. આ વિધાનસભા બેઠક પર તળપદા અને ચુવાળીયા કોળી ઉપરાંત દલિત, મુસ્લિમ, રાજપૂત અને જૈન સમાજના મતદારો છે. 14.11 ટકા તળપદા કોળી, 4.36 ટકા ચુવાળીયા કોળી, 5.82 ટકા પટેલ, 12.30 ટકા દલિત, 10 ટકા મુસ્લિમ, 8.62 ટકા રાજપૂત અને 8.90 ટકા જૈન મતદારો છે.

7 ટર્મથી વઢવાણ બેઠક પર ભાજપનો દબદબો
ભાજપ સતત 7 ટર્મથી આ બેઠક પર જીતતું આવ્યું છે. 1990થી 1995 બે ટર્મ સુધી ભાજપના રણજીતસિંહ ઝાલા જીત્યા હતા. 1998 અને 2002માં ધનરાજભાઈ કેલા વઢવાણ બેઠક પરથી જીત્યા હતા. 2007 અને 2012માં વર્ષાબેન દોશીનો વિજય થયો હતો. તો ભાજપે 2017માં ધનજી પટેલને ટિકિટ આપી હતી. તેઓનો વિજય થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ