ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગુજરાત / In the UAE, the saints of BAPS addressed the interfaith conference

ગૌરવ / VIDEO: કટ્ટર ઈસ્લામિક દેશમાં હિન્દુ સંતનું ઐતિહાસિક સંબોધન, સાંભળીને શેખ મહોમ્મદ અલ ઈસાએ કહ્યું WOW

Published By: ParthB

Last Updated: 11:44 AM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોના પ્રતિનિધિમંડળે ભાગ હતો.

ADVERTISEMENT

  • સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સૌપ્રથમ વાર ઐતિહાસિક આવકાર
  • સ્વામીનારાયણ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પરિષદમાં કર્યુ સંબોધન 
  • 35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધા રહ્યા હાજર 
  • હિંદુ સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓ તાળીઓના ગડગડાટથી વધાવ્યું

અબુ ધાબીના રિયાધમાંમાં હિન્દુ મંદિરનું નિર્માણ કરતી BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ ઇન્ટરફેથ ફોરમમાં 35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધીઓ હાજર રહ્યાં હતાં. 

 

BAPS સ્વામીનારાયણના બ્રહ્મવિહારી સ્વામીએ પરિષદમાં કર્યુ સંબોધન 

સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં અબુ ધાબીના BAPS હિંદુ મંદિરના ધર્મગુરુ અને પ્રવક્તા પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ આ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી હતી. જેમાં તેઓએ  સૌ પ્રથમ BAPS સ્વામિનારાયણ સંસ્થાને ઇન્ટરફેથ ફોરમમાં આમંત્રણ આપવા બદલ મુસ્લિમ વર્લ્ડ લીગનો આભાર માન્યો હતો. ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે,  "ચાલો આપણે સૌ આ પૃથ્વી પર સ્વર્ગ ઉભું કરવા સંવાદિતા અને સહનશીલતાના મૂલ્યોથી પ્રયત્ન કરવા કટિબદ્ધ થઈએ."

હિંદુ સંતના સંબોધનને વૈશ્વિક પ્રતિનિધિઓ તાળીઓના ગડગડાટથી વધાવ્યું
 
મહત્વનું છે કે, સાઉદી અરેબિયામાં મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત ઇન્ટરફેથ ફોરમમાં ગત બુધવારે રિયાધ ખાતે યોજાયાો હતો. "હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરાયેલા, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીના શબ્દોને મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ, શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ ઇસા અને સમાનતા અને એકતાના પ્રતિક સમાન ગણાવ્યું હતું. અને બાદમાં તેમની પ્રશંસા કરવામાં આવી હતી."

35 દેશના 90 ધર્મના અલગ અલગ અગ્રણી અને પ્રતીનીધીઓ પણ રહ્યા હાજર 

મુસ્લિમ વર્લ્ડ લીગ દ્વારા આયોજિત આ પરિષદમાં 35 દેશોમાંથી, વિવિધ ધર્મોના 90 અગ્રણી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદનો કેન્દ્રવર્તી વિચાર હતો - વિવિધ ધર્મોના અનુયાયીઓ વચ્ચે સંવાદિતા અને સહિયારા મૂલ્યોનું પ્રસારણ. પરિષદમાં સૌ મહાનુભાવો વર્તુળાકાર બેઠક વ્યવસ્થામાં સમાનતા અને એકતાના સંદેશને પ્રસરાવતા ઉપસ્થિત હતા.

આ પ્રસંગે હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કર્યું હતું  

હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સોપ્રથમ વાર ઐતિહાસિક આવકાર મળ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

BAPS UAE interfaith conference world from the Gulf અબુધાબી ગુજરાતી ન્યૂઝ બીએપીએસ સાઉદી અરેબિયા UAE

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ