બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / In the ongoing match KKR captain Nitish Rana FIGHT with umpire, BCCI can take strict action

Video / ચાલુ મેચે KKRના કેપ્ટન નીતીશ રાણાએ અમ્પાયર સાથે કરી બબાલ, BCCI કરી શકે છે કડક કાર્યવાહી!

Megha

Last Updated: 04:26 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KKRના કેપ્ટન નીતિશ રાણાની ફિલ્ડ અમ્પાયર સાથે થોડી બબાલ પણ થઈ હતી. સ્ક્રીન પર અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો

  • નીતિશ રાણા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો
  • મેચની એ ઈનિંગની 19મી ઓવરમાં જોવા મળ્યો
  • વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ

IPL 2023ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હટાઈ અને આ મેચમાં CSKના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ મેચમાં KKRના બોલરોની શાનદાર બોલિંગ પણ જોવા મળી હતી. ગઇકાલની એ મેચ ઘણી રોમાંચક હતી પણ મેચની એ ઈનિંગની 19મી ઓવરમાં કંઈક એવું બન્યું કે KKRના કેપ્ટન નીતિશ રાણાની ફિલ્ડ અમ્પાયર સાથે થોડી બબાલ પણ થઈ હતી. સ્ક્રીન પર અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

નીતિશ રાણા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો
જો આ સીઝનની વાત કરીએ તો બીસીસીઆઈ આઈપીએલની આચારસંહિતાને લઈને ખૂબ જ કડક છે. આ સિઝનમાં ખેલાડીઓની હરકતો પર સતત દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને મેચની વચ્ચેનો આ વિવાદ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે નીતિશ રાણા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. મેચ બાદ BCCI તેના પર મેચ ફીના અમુક ટકાનો દંડ કરી શકે છે અથવા KKRના કેપ્ટનને પણ સખત ઠપકોનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે આ પહેલા શનિવારે પણ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં બીસીસીઆઈનું કડક વલણ જોવા મળ્યું હતું. આ મેચમાં હેનરિક ક્લાસેનને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમિત મિશ્રાને વિકેટ લીધા બાદ પિચ પર બોલ મારવા બદલ સખત ઠપકો આપવામાં આવ્યો હતો.

શું હતો વિવાદ?
જણાવી દઈએ કે આ મામલો ઇનિંગ્સની 19મી ઓવરથી શરૂ થયો હતો. આ ઓવરમાં શાર્દુલ ઠાકુર બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરનો એક બોલ ઓફ સ્ટમ્પની બહાર સારી રીતે ગયો. કેપ્ટન રાણાએ ડીઆરએસ તરફ ઈશારો કર્યો ન હતો પરંતુ તેમ છતાં ફિલ્ડ અમ્પાયરે તેના પર રિવ્યુનો સંકેત આપ્યો હતો. આના પર રાણાએ સ્પષ્ટ કર્યું કે તેમણે ડીઆરએસની બિલકુલ માંગણી નથી કરી. ત્યારબાદ ઈનિંગની છેલ્લી ઓવરમાં KKRની ટીમ નિર્ધારિત કરતાં એક ઓવર પાછળ હતી. આ કારણે છેલ્લી ઓવરમાં તેને 30-યાર્ડ સર્કલની અંદર એક વધારાનો ખેલાડી રાખવો પડ્યો. આ દરમિયાન નીતિશ રાણા અમ્પાયર સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા. તે ખૂબ જ ગુસ્સામાં પ્રતિક્રિયા પણ આપી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

આ સિઝન પહેલા પણ નીતિશ રાણાને દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં યુવા હૃતિક શોકિન સાથે તેની થોડી દલીલ થઈ હતી. જેના પર તે લિપ્સિંગ સાથે થોડા અપશબ્દો કહેતો પણ જોવા મળ્યો હતો. આ ઘટનાને કારણે તેને અને શોકીન બંનેને BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઇકાલની મેચ પછી લાગી રહ્યું હતું કે હવે ફરી એકવાર રાણા મુશ્કેલીમાં મુકાઈ શકે છે પણ એવું થયું નથી. KKRની વાત કરીએ તો તેની કપ્તાની હેઠળની ટીમનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ