બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / In the month of Kartak, Tulsi Puja is of special importance, by doing this remedy, there will be no shortage of wealth for the whole year

Diwali 2023 / આવતીકાલે બેસતું વર્ષ: કારતક મહિનામાં તુલસી પૂજાનું છે ખાસ મહત્વ, આ ઉપાય કરવાથી આખું વર્ષ નહીં થાય ધનની કમી

Priyakant

Last Updated: 11:21 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023 Latest News: શાસ્ત્રોમાં કારતક માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે

  • કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી માનવામાં આવે છે ખૂબ જ મહત્વપૂર્ણ 
  • કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય 
  • શાસ્ત્રોમાં કારતક માસને  માનવામાં આવે છે ખૂબ જ પવિત્ર

Diwali 2023 : કારતક મહિનામાં તુલસીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં કારતક માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગે છે. આનાથી તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ સમય દરમિયાન તુલસી પૂજા સંબંધિત કેટલીક ભૂલો કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 

File Photo 

કારતક મહિનામાં તુલસી પૂજા કેવી રીતે કરવી

  • કારતક મહિનામાં દીવાનું દાન કરવાનું પણ ઘણું મહત્વ છે એવું કહેવાય છે કે આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પ્રવાસે જાય છે અને પોતાના ભક્તોને ધન-સંપત્તિ આપે છે. વાસ્તવમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. 
  • કહેવાય છે કે તેથી જ આ મહિનામાં તુલસી પૂજાનું મહત્વ આપવામાં આવે છે. કારતક મહિનામાં તુલસીનો છોડ લગાવવો પણ શુભ માનવામાં આવે છે, જો કે કોઈપણ ગુરુવારે તુલસીનું વાવેતર કરવું પણ શુભ માનવામાં આવે છે. 
  • કારતક મહિનામાં તુલસીની પૂજા અને તુલસી વિવાહ પણ કરવામાં આવે છે, જેના કારણે દરેક મનોકામના પૂર્ણ થાય છે. આની સાથે આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે. 
  • કારતક મહિનામાં દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવવું શુભ છે. આ સાથે સાંજે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
  • કારતક મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં તુલસીની પૂજા કરવી શુભ છે.તેની સાથે જ દર મંગળવારે છોડને જળ અર્પિત કરવાથી ધન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.
File Photo

તુલસી પૂજા દરમિયાન કેટલીક સાવચેતી રાખવી જરૂરી

  • કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ. 
  • કારતક મહિનામાં સવારે તુલસીના પાન તોડી લેવા જોઈએ. અન્ય સમયે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે, જે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચાડે છે. 
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કારતક મહિનામાં સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ સાથે જ રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ