બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / 'In Team India now teammates are not friends but colleagues..': R Ashwin tells the dressing room truth

ક્રિકેટ / 'ટીમ ઈન્ડિયામાં હવે સાથી ખેલાડીઓ મિત્ર નહીં પણ સહકર્મીઓ છે..' :આર અશ્વિને જણાવ્યું ડ્રેસિંગ રૂમનું સત્ય

Megha

Last Updated: 12:23 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું સત્ય જણાવતા કહ્યું કે, 'ખેલાડીઓ વચ્ચે એટલી હરીફાઈ છે કે કોઈ વચ્ચે મિત્રતા નથી રહી'

  • વિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું આવું સત્ય જણાવ્યું 
  • ખેલાડીઓ વચ્ચે એટલી હરીફાઈ છે કે કોઈ વચ્ચે મિત્રતા નથી રહી
  • પહેલા ટીમના ખેલાડીઓ વચ્ચે મિત્રતા રહેતી હતી પણ..

WTC ફાઈનલમાં ન રમવાના કારણે હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલા ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર ​રવિચંદ્રન અશ્વિન એટલે કે આર. અશ્વિને તે વિશે વાત કરતાં કહ્યું કે તેને ફાઈનલ મેચમાં રમવાનું ચોક્કસ ગમ્યું હોત પરંતુ 48 કલાક મેચ પહેલા મેનેજમેન્ટે મને તેના નિર્ણય વિશે જણાવ્યું. જે બાદ અશ્વિન કંઈ બોલ્યો નહીં અને મેચ હાર્યા બાદ એમને ટીમમાં સ્થાન ન મળ્યું એ સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો હતો. અશ્વિને પણ ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ તાજેતરમાં આ વિશે વાત કરી હતી. આ સાથે જ એમને ટીમ ઇંડિયન ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ છે એ વિશે પણ જણાવ્યું હતું. 

ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું આવું સત્ય કહ્યું છે, જેને જાણીને તમે ચોંકી જશો. એમને વાત કરતાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઘણા ખેલાડીઓ વચ્ચે જય-વીરુ જેવી મિત્રતા જોવા મળતી હતી પણ હવે અશ્વિને ખુલાસો કર્યો છે કે હાલમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં એટલી હરીફાઈ છે કે ખેલાડીઓ વચ્ચે મિત્રતા નથી રહી.

ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ વચ્ચે ગાઢ મિત્રતા રહી છે. એમએસ ધોની અને સુરેશ રૈના, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગ, આવા ઘણા ઉદાહરણો છે.  આ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું કે, 'આ દિવસોમાં ભારતીય ડ્રેસિંગ રૂમમાં સાથી ખેલાડીઓ વધુ સહકર્મીઓ જેવા છે. પહેલા ટીમના ખેલાડીઓ વચ્ચે મિત્રતા રહેતી હતી પણ આ આધુનિક સમયમાં વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. એક સમય હતો જ્યારે સાથી ખેલાડીઓ મિત્રો હતા પણ હવે એવું નથી રહ્યું. આ કારણે ઘણું બદલાઈ ગયું છે.' 

અશ્વિને કહ્યું કે હવે લોકોએ પોતાનો ઘણો વિકાસ કરી લીધો છે અને તેઓ તેમની આજુબાજુ બેઠેલા વ્યક્તિથી આગળ નીકળી ગયા છે. તો હવે અહીં કોઈને એમ કહેવાનો સમય નથી કે "ઓકે બોસ, તમે શું કરી રહ્યા છો?"હું માનું છું કે જ્યારે તમે તમારા અનુભવો શેર કરો છો ત્યારે ક્રિકેટ વધુ સારું બને છે. જ્યારે તમે અન્ય વ્યક્તિની તકનીક અને તેની મુસાફરીને સમજો છો ત્યારે તે વધુ સારું બને છે. પરંતુ હવે એવું નથી રહ્યું.'

ઈંગ્લેન્ડથી પરત ફર્યા બાદ અશ્વિનના વલણના વખાણ થઈ રહ્યા છે. હાલ બીજા કોઈપણ ક્રિકેટરે આ ઉનાળામાં વેકેશન લેવાનું પસંદ કર્યું હશે, ત્યાં અશ્વિને તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમવાનું નક્કી કર્યું. લીગ બાદ અશ્વિન થોડો બ્રેક લેશે અને પછી વિન્ડીઝ સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ