બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિરિયલ જેવો ડ્રામા: શંખેશ્વરમાં વહુએ રસોઇમાં ઝેર નાખ્યું, કારણ અણગમતું

પાટણ / સિરિયલ જેવો ડ્રામા: શંખેશ્વરમાં વહુએ રસોઇમાં ઝેર નાખ્યું, કારણ અણગમતું

Last Updated: 08:32 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે એક એવી ઘટના સામે આવી કે સમાજનું માથું શરમથી ઝુકી જાય. સમગ્ર સ્ત્રી જાતને લાંછન લગાડતી એવી ઘટના સર્જાતા હાલતો ચકચાર મચી જવા પામી છે પણ આ ઘટના શું છે અને કેમ ઘરની વહુ હત્યારી બની? ચાલો એ જાણીએ.

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે એક હેવાન પરણીતાએ પોતાના સાસરિયાંઓનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેર ભેળવીને ખાવાનું આપતા દેવરનું મોત થયું છે જ્યારે સસરાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Aaropi Jaya Goswami

સાસરિયાંઓનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેર ભેળવ્યું

વાત વિગતે કરીએ તો શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના અશોકભાઇ ગોસ્વામીનાં લગ્ન તથા તેમની બહેન હેતલ ગોસ્વામીનાં બંન્નેને સાટાપેટે લગ્ન કરેલ હતા પરંતુ અશોકભાઈ અને તેમની પત્ની જયા ગોસ્વામીને છેલ્લા બારેક વર્ષથી મનમેળ નાં હોય તે રિસાઈને તેના પિયર ગોતરકા તા.સાંતલપુર ખાતે રહેતી હતી. એમને આજથી ચારેક દિવસ પહેલા સમાજના માણસો ભેગા મળી રાજીપો કરી જયાને ધનોરા સાસરીમાં મોકલવાનુ નક્કી કર્યા બાદ જયા ગોસ્વામીને ચારેક દિવસ પહેલા તેડીને સાસરીમાં લાવેલા.

જમવામાં ઝેર આપીને મારી નાખવાનો પ્લાન

જોકે જયા સાસરીમાં આવી પરંતુ તેના મનમાં શેતાની વિચાર ચાલતા હતા જયાએ તેના સાસરી વાળાને જમવામાં ઝેર આપીને મારી નાખવાનો પ્લાન કર્યો હતો. જેના ભાગરૂપે પરિવારના અડધા સભ્યો ખેતરે રજકો વાઢવા ગયેલ હતા ત્યારે જયા જમવાનું બનાવતી હતી. એ સમયે દિયરે ભાભીને પૂછ્યું કે આજે જમવામાં શું બનાવ્યુ છે ? તો જયાએ કહ્યું દાળ-ભાત બનાવુ છુ. દીયરની નજર ગેસની સગડી ઉપર પડી તો ભાભી અલગ-અલગ તપેલીમાં દાળ બનાવતા હતા. એ જોઈને દિયર બોલ્યા કે આવું કેમ કરો છો તો જયાએ કહેલ કે સુમિત તીખુ નથી ખાતો તેના માટે મોળી દાળ બનાવુ છું.

Mrutak Mahadevgiri Gosvami Diyar

દેવરનું મોત થયું તો સસરા ગંભીર હાલતમાં

થોડીવાર બાદ જયાએ સસરાને બૂમ પાડીને જમવા માટે બોલાવતા સસરા ઈશ્વરગિરી જમવા માટે ગયેલ ત્યારબાદ દિયર મહાદેવગીરી જમવા ગયા. થયું એવું કે જમ્યા બાદ બપોરના સુમારે ઝેરની અસર થતા ઘરની આગળ મહાદેવગીરી અચાનક પડી ગયા અને ઊબકા ખાવા લાગ્યા બીજી તરફ પિતા ઈશ્વરગીરી પણ ઉબકા ખાતા હતા. બંને પિતા પુત્રને સ્થાનિક દવાખાને લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે પાટણ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મહાદેવગીરીને મૃત ઘોષિત કર્યા હતા.

વધુ વાંચો: શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય, ગુજરાતમાં આ સમયે બાંધકામ બંધ રાખવા આદેશ

હત્યારી જયા ગોસ્વામીને અશોકભાઈ સાથે મનમેળ ન હોય અને તેઓ છેલ્લા બારેક વર્ષથી રિસાઈને તેના પીયર ગોતરકા રહેતી હોઈ અને તેઓને પતિ અશોકભાઈ સાથે રહેવુ ન હોય તેમ છતા સગા-સબંધીઓ દ્વારા જયાંને તેડીને લાવેલ હતા. જેથી જયાએ સાસરીમાં ઘરના માણસોનો કાંટો કાઢી નાખવા રસોઈમાં ઝેરી વસ્તુ નાખી તે રસોઈ પીરસવાથી દીયર મહાદેવગીરી ગોસ્વામી મોતને ભેટ્યા છે તો સસરા ઈશ્વરગિરી ગોસ્વામી હાલ સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાને લઇ મૃતકના ભાઈ ભોલાગીરી ગોસ્વામીએ શંખેશ્વર પોલીસ મથકે પોતાની હેવાન ભાભી જયા ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી જયા ગોસ્વામીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shankeshwar Taluka Patan News Gujarat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ