બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / In most of the cities of the state, the temperature crossed 43 degrees, 47 degrees on Junagadh hill, unbearable heat in Ahmedabad.

તાપમાન / ગુજરાત તપ્યું, રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, જુનાગઢ પર્વત પર તો 47 ડિગ્રી, અમદાવાદમા અસહ્ય તાપ

Dinesh

Last Updated: 08:27 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી હતી.

  • ગરમીનો પારો 43 ડિગ્રીને પાર 
  • અમદાવાદમાં અંગ દઝાડતી ગરમી
  • રાજકોટમાં 43 ડિગ્રીનું ટોર્ચર 
  • જૂનાગઢમાં ગિરનાર પર 47 ડિગ્રી 


રાજ્યભરમાં મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢમાં અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે જ્યાં શહેરીજનોએ બપોરના સમયે કામ સિવાયની અવરજવર ટાળી હતી. અમદાવાદમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા છે જ્યારે ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લીધો હતો. જૂનાગઢ શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે. વેકેશનનો સમય હોવા છતા પણ પ્રવાસન સ્થળો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

રાજકોટમાં આજે 43.5 ડિગ્રી તાપમાન
રાજકોટની ગરમીના પ્રકોપમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં આજે 43.5 ડિગ્રી તાપમાન નોંધાયા છે. ગરમીથી બચવા લોકો ઠંડાપીણાનુ સેવન કરી રહ્યા છે. આઈસક્રીમ, સોડા અને શેરડીના રસનુ સેવન વધી રહ્યુ છે.  

VTV Gujarati News and Beyond on Twitter: "ગુજરાત: રાજ્યમાં ગરમીનો પારો  વધ્યો, ગરમ-સૂકા પવનોને કારણે તાપમાનમાં વધારો થયો, આગામી 24 કલાક અમદાવાદમાં  ગરમીનું જોર ...

રોડ-રસ્તા બપોરે સૂમસામ બન્યા
અમદાવાદમાં સતત આકરી ગરમી પડી રહી છે જેના કારણે શહેરના રોડ-રસ્તા બપોરે સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. શેરડીના રસથી લોકો ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે. 

ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ત્યારે જૂનાગઢમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જ્યારે ગિરનાર પર્વત પર તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચ્યું છે. આવા ધગધગતા તાપમાં લોકોએ બહાર જવાનું ટાળ્યું છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી ગઈ છે. વેકેશનનો સમય હોવા છતા પણ પ્રવાસન સ્થળો પણ ખાલીખમ જોવા મળી રહ્યા છે.

આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે   છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો. 
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને   નિયમિતપણે તેન લગાવતા રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ