ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Khambhaliya of Devbhoomi Dwarka, a stepmother tortured her underage daughter
ADVERTISEMENT
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સભ્ય સમાજને ચેતવી રહ્યો છે. કહેવાય છે ને કે માં તે માં બીજા બધા વનવગડાના વા, પણ આ કહેવત આ ઘટનામાં ખોટી પડી છે. માતાએ સગીર પુત્રીને ગરમ તાવીથા વડે ડામ આપ્યા છે.
ADVERTISEMENT
વીડિયોમાં સાવકી માતાની ક્રૂરતાનો બાળકીએ ઉલ્લેખ કર્યો
ખંભાળિયામાં આવી રીતે સગીર પુત્રીને સાવકી માતાએ ડામ આપ્યાનું એક જ કારણ છે કે પુત્રી સાવકી છે, આ કોઈ સામાન્ય ઘટના નથી આવી રીતે ન જાણે કેટલાય બાળકો સાવકા પિતા અને માતાના અત્યાચારનો ભોગ બનતા હશે. એવું નથી કે સાવકા હોય એટલે પ્રેમ ન કરે લગભગ કિસ્સાઓમાં બાળકને અતિરેક પ્રેમ કરતાં સાવકા માતા પિતા જોવા મળે છે. પણ કહેવત છે ને કે ગામ હોય ત્યાં ઉકરડા હોય. અહી આ કહેવત લાગુ પડે છે. એક સાવકી માં પોતાનો વ્હાલ ભૂલી સગીર પુત્રીને ગરમ તાવીથા વડે ડામ આપ્યા અને એ પણ એક બે નહીં અસંખ્ય વાર..વીડિયોમાં સાવકી માતાની ક્રૂરતાનો બાળકીએ ઉલ્લેખ કર્યો છે અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ખંભાળિયાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા ફરિયાદ નોંધાવાઇ
આ તો કઈ રીતની માનસિકતા કહેવાય, આ તો કઈ રીતનો વ્યવહાર કહેવાય. એક માતા આટકી કુર કેવી રીતે બની શકે. તમે વિચારો તો ખરા એ માં વગરની બાળકી પર શું વિતતી હશે. એ સગીર પુત્રીને ગરમ તાવીથાના ડામ આપવાથી કેટલી પીડા થતી હશે. એ દીકરીના દર્દનો બદલો લેવો જરૂરીએ, સાવકી માતાને કઠોર સજા કરવી જરૂરી છે. હાલ તો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા સાવકી માતા સામે રોષની લાગણી ભભૂકી છે.ખંભાળિયાની ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે ત્યારે સગીર બાળકીને ઝડપથી ન્યાય મળે અને સમાજમાં મો ઊચું કરીને જીવન ગુજારી શકે એ માટેના તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.ક્રૂર માતા પર કડક સજા થવી જરૂરી છે. મા માં જ હોય એ સાવકી હોય કે પછી જણનારી પણ અહી તો માંની ક્રૂરતા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે
વીટીવીના સળગતા સવાલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT