ડીસા પાટણ હાઈવે પાસે દાંતીવાડા કેનાલમાંથી બિન વારસી મકાઈના બિયારણનો જથ્થો મળી આવ્યો છે, બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે
કેનાલમાંથી મળ્યું બિનવારસી બિયારણ
દાંતીવાડા કેનાલ નજીકનો બનાવ
પાણીમાં તણાઈને આવ્યો જથ્થો
બનાસકાંઠામાં બિનવારસી બિયારણ કેનાલમાંથી મળ્યું છે. ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલ નજીકથી બિનવારસી બિયારણ મળ્યું છે. બિનવારસી મકાઈ બિયારણના 20 કટ્ટા મળી આવ્યા છે. કેનાલના પાણીમાં બિયારણનો જથ્થો તણાઈને આવ્યો છે.
બનાસકાંઠામાં બિનવારસી બિયારણ કેનાલમાંથી મળ્યું
ડીસા પાટણ હાઈવે પાસે દાંતીવાડા કેનાલમાંથી બિન વારસી બિયારણનો જથ્થો મળી આવ્યો છે. સ્થાનિક ખેડૂતોએ બિયારણ ભરેલા કટ્ટા કેનાલમાંથી બહાર નીકાળ્યા છે. સબસીડી યુક્ત બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. બિયારણ કેનાલમાંથી મળતા સ્થાનિક તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.
મકાઈ બિયારણના બિનવારસી 20 કટ્ટા મળી આવ્યા
કેનાલમાંથી મકાઈના બિયારણના બિનવારસી 20 જેટલા કટ્ટા મળી આવ્યા છે. સબસીડી યુક્ત બિયારણ કેનાલમાંથી મળવા બાબતે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જે બિયારણનો જથ્થાને સ્થાનિક લોકોએ કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો.