બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / In 2017, BJP formed the government on the strength of Central Gujarat

ગુજરાત ચૂંટણી / સેન્ટ્રલ ગુજરાતના દમ પર જ ભાજપે બનાવી હતી સરકાર: પણ 12 સીટો પર 1% જ હતું અંતર, જાણો આ વખતે કેવા છે સમીકરણ

Dinesh

Last Updated: 03:37 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી; મધ્ય ગુજરાતમાં ભાજપે 61માંથી 37 બેઠકો જીતી હતી, 12 સીટો પર 1% કરતા ઓછા માર્જિનથી હાર-જીત થઈ હતી

  • મધ્ય ગુજરાતમાં ભાજપે 61માંથી 37 બેઠકો જીતી હતી
  • ભાજપ નવા ચહેરા અને નવી રણનીતિ સાથે મેદાને ઉતરી છે
  • 12 સીટો પર 1% કરતા ઓછા માર્જિનથી હાર-જીત થઈ હતી


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરા સાથે નવી રણનીતિ સાથે મેદાને ઉતરી છે. ભાજપ ફરીથી સરકાર બનાવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી દીધા છે. મધ્ય ગુજરાતમાં જૂનુ દાવ રમવાનો શરૂ કરી દીધો છે. એવો દાવ કે જેમાં વિપક્ષ નિષ્ફળ સાબિત થઈ શકે, પરંતુ ભાજપ સમજે તેટલું આસાન નથી. રાજકીય ઈતિહાસ તપાસીએ તો ભાજપની મધ્ય ગુજરાતમાં પક્કડ સારી ગણાય છે, જો કે ગત ચૂંટણીની વાત કરીઓ તો ભાજપની પાછી પાની પણ જોવા મળી હતી, પણ પાછળથી ભાજપે ડેંમજ કંન્ટ્રોલ કરી કોંગ્રેસને હાર પણ આપી હતી.

રાજકીય વિશ્લેષકોનું શું કહેવું
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ વખતે પણ જો ભાજપ ગત ચૂંટણીની સ્ટ્રેટજી અપનાવી તો તેમની સરકાર બનાવાની નિશ્ચિત છે, જો ભાજપ તે જૂની રણનીતિમાં નિષ્ફળ સાબિત થશે તો કોંગ્રેસ અહીંથી વધુ બેઠકો જીતશે. જો અહીંથી વધુ બેઠકો જીતે તો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે, આ બંને પક્ષો માટે ત્રીજો પડકાર આમ આદમી પાર્ટી છે જેનું નુકસાન બંને પક્ષોએ ભોગવવું પણ પડી શકે છે.

કાંટેની ટક્કર થઈ હતી
મધ્ય ગુજરાતમાં 61 બેઠકો છે. ગત ચૂંટણીની વાત કરીએ તો આમાંથી 37 બેઠકો ભાજપે કબજે કરી હતી જેમાંથી 22 બેઠકો ભાજપના ખાતામાં આવી હતી અને 2 બેઠકો અન્ય પક્ષોએ જીતી હતી. એક-બે નહીં પરંતુ 30થી વધુ એવી બેઠકો હતી, જે પર જીત-હારનો માર્જિન નજીવો રહ્યો હતો. જો ગત વખતના પરિણામો અનુસાર સરખામણી કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 22 સીટોનો તફાવત હતો. એટલે કે જો અહીં ભાજપ થોડી નબળી પડી હોત તો કદાચ છેલ્લી વખતે સરકાર બદલાઈ ગઈ હોત.

મધ્ય ગુજરાતમાં ભાજપે 61માંથી 37 બેઠકો જીતી
મધ્ય ગુજરાતમાં ભાજપે 61માંથી 37 બેઠકો જીતી હતી. સમગ્ર ચૂંટણીની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં ભાજપને 99 અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી એટલે કે બંને વચ્ચે 22 બેઠકોનો તફાવત હતો. જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં અડધીથી વધુ બેઠકો પર મામલો ખૂબ જ રસપ્રદ હતો. 12 સીટો પર જીત અને હારનું માર્જીન 1% કરતા ઓછું હતું. આ સિવાય 20 બેઠકો એવી હતી જે ભાજપે બહુ ઓછા માર્જિનથી જીતી હતી.  પરિણામ તપાસીએ તો પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર 22 બેઠકોનો તફાવત રહ્યો હતો.

1% કરતા ઓછા માર્જિનથી હાર-જીત થઈ હતી
મધ્ય ગુજરાતની ઘણી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના પરિણામો ખૂબ જ રસપ્રદ આવ્યાં હતાં, જેમાંથી 12 બેઠકો એવી હતી કે જીતનું માર્જિન 1% કરતા ઓછું હતું. આ બેઠકો પર 1% કરતા ઓછું માર્જિન હતું જે  બેઠકોમાં કપરાડા (ST), ગોધરા, ધોળકા, માણસા, બોટાદ, દિયોદર, ડાંગ (ST), છોટા ઉદેપુર (ST), વાંકાનેર, વિજાપુર, હિંમતનગર અને મોડાસા હતી. જેમાંથી સાત બેઠકો કોંગ્રેસે જીતી હતી અને પાંચ ભાજપના ખાતામાં આવી હતી. આ ઉપરાંત અન્ય બેઠકો પર ભાજપનો પલડો થોડો ભારી રહ્યો હતો અને તેણે જીતનો હાંસલ કરી હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ