બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news regarding Dr. Atul Chag suicide case

ગીર સોમનાથ / ડૉ. અતુલ ચગ આપઘાત કેસ: સામે આવ્યાં સ્યુસાઇડ નોટને લઇને સૌથી મોટા સમાચાર, વધશે ભાજપ સાંસદ અને તેના પિતાની મુશ્કેલી

Malay

Last Updated: 10:09 AM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળના તબીબ ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેમની સુસાઇડ નોટને રાજકોટ FSLમાં મોકલવામાં આવી છે. અહીં ડો.અતુલ ચગના રાઇટિંગની ચકાસણી કરવામાં આવશે.

 

  • ડો.અતુલ ચગ આપઘાત મામલે મહત્વના સમાચાર
  • સુસાઇડ નોટ રાજકોટ FSLમાં મોકલવામાં આવી
  • ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટનું થશે વેરીફીકેશન

વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગ આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અતુલ ચગની સુસાઇડ નોટ રાજકોટ FSLમાં મોકલવામાં આવી છે. જ્યાં ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટનું વેરીફીકેશન થશે. રાજકોટ ખાતે ડો.અતુલ ચગના રાઇટિંગની ચકાસણી કરવામાં આવશે. સુસાઇડ નોટમાં ભાજપના સાંસદ અને તેમના પિતાના નામનો ઉલ્લેખ કરાયો છે.  ડો.અતુલ ચગના દીકરાએ પણ ભાજપના સાંસદ સામે પોલીસ અરજી કરી છે. મહત્વનું છે કે, વેરાવળમાં ડોક્ટર અતુલ ચગના આપઘાત મામલે રઘુવંશી સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદનપત્ર પાઠવીને ડો.અતુલ ચગના કેસમાં ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે.

Dr. Atul Chag's suicide case sparked outrage in the Radhuvansi community, gave a 24-hour ultimatum, made an important demand...

રાજકોટ શહેર લોહાણા સમાજે આપ્યું હતું આવેદન
વેરાવળના પ્રતિષ્ઠિત તબીબ ડૉ અતુલ ચગના આત્મહત્યા કેસમાં પરિવારજનોએ ફરિયાદ આપ્યા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ રજીસ્ટ્રર થઇ નથી. આ ઘટનાના રાજ્યભરમાં ધેરા પ્રત્યાધાતો પડ્યા છે. ગઈકાલે રાજકોટ શહેર લોહાણા સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લોહાણા સમાજના પ્રમુખ રાજુ પોબારૂની અધ્યક્ષતામાં સમાજના આગેવાનો સહિત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 

AAPએ પણ આપ્યું હતું આવેદન પત્ર
ગીર સોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કાર્યલય ખાતેથી મૌન રેલી યોજવામાં આવી હતી. AAP દ્વારા રેલી  યોજી ડો.અતુલ ચગના પરિવારને ન્યાય મળે અને પોલીસ તેમની ફરિયાદ લઈ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન અપાયું હતું.

શું છે સમગ્ર મામલો?
ગત તારીખ 12 ફેબ્રુઆરીના રોજ વેરાવળના નામાંકિત તબીબ ડોક્ટર અતુલ ચગે હોસ્પિટલના ઉપરના માળે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકની સ્યુસાઈડ નોટ સંદર્ભે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી હતી. આ મામલે અનેક ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.

મળી હતી સુસાઇડ નોટ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી

સુસાઈડ નોટ

પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ 
પરિવારજનોએ કહ્યું હતું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

મૃતકના પરિવારજનો

પોલીસે હજુ પણ નોંધી નથી ફરિયાદ
મૃતકના પરિવારજનોએ પુરાવા સાથે સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે પોલીસમાં લેખિત અરજી આપી હતી. પરંતુ હજુ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. અરજી આપ્યાના આટલા દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા પરિજનો અને લોહાણા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માગ છે. પોલીસ સુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. અતુલ ચગના આપઘાત મામલે સાંસદ રાજેશ ચુડાસમાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ