બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / IMF announced India's economic growth rate

આર્થિક વૃદ્ધિ દર / IMFએ જાહેર કર્યો ભારતનો આર્થિક વૃદ્ધિ દર, કહ્યું મોંઘવારી કાબૂમાં આવતા લાગી જશે આટલા વર્ષ

Priyakant

Last Updated: 01:28 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMFના ભારતીય મિશનના વડા શોએરી નાડાએ કહ્યું કે, અંધકારમય વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં ભારત પ્રકાશનું કિરણ

  • ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ( IMF ) એ શુક્રવારે જાહેર કર્યો ભારતનો આર્થિક વૃદ્ધિ દર
  • ચાલુ અને આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર અનુક્રમે 6.8 ટકા અને 6.1 ટકા રહેશે 
  • અંધકારમય વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં ભારત પ્રકાશનું કિરણ:  IMF

ચાલુ નાણાકીય વર્ષ અને આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર અનુક્રમે 6.8 ટકા અને 6.1 ટકા રહેવાની ધારણા છે. IMF એ શુક્રવારે જાહેર કરેલા તેના તાજેતરના રિપોર્ટમાં આ વાત કહી છે. IMFના જણાવ્યા અનુસાર આ બાહ્ય દબાણ જેમ કે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, નબળી બાહ્ય માંગ અને કડક થતી નાણાકીય સ્થિતિને કારણે થશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારો સાથે વાત કરતા IMFના ભારતીય મિશનના વડા શોએરી નાડાએ કહ્યું કે, અંધકારમય વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં ભારત પ્રકાશનું કિરણ છે.

શું કહ્યું IMF એ ? 

ભારત માટે તેનો વાર્ષિક પરામર્શ અહેવાલ બહાર પાડતા IMFએ કહ્યું, અમે જોઈએ છીએ કે વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ખૂબ જ મજબૂત રીતે વધી રહ્યું છે. આ અહેવાલ અનુસાર ઓછા સાનુકૂળ દૃષ્ટિકોણ અને કડક નાણાકીય સ્થિતિને જોતાં વૃદ્ધિ દર મધ્યમ રહેવાનો અંદાજ છે. ભારત પર IMF રિપોર્ટ જણાવે છે કે. વાસ્તવિક GDP નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં અનુક્રમે 6.8 ટકા અને 6.1 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. નાડાએ કહ્યું કે. મ આ અંદાજો પહેલા કરતા ઘણા સારા છે. તેમણે કહ્યું, અમારા અનુમાન મુજબ, ભારત આ વર્ષે અને આવતા વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં અડધો ટકા યોગદાન આપશે. જ્યારે તેમને ભારતના સંદર્ભમાં જોખમો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જોખમો મોટાભાગે બાહ્ય પરિબળોથી આવે છે.

તો શું મોંઘવારી ઓછી થશે ? 

IMFએ કહ્યું છે કે, ભારતમાં મોંઘવારી ધીમે ધીમે નીચે આવશે. 2022-23માં તે 6.9 ટકા રહેવાનો અંદાજ છે. આ પછી આગામી 5 વર્ષમાં તે ઘટીને 4 ટકા થઈ જશે. જોકે આવતા વર્ષથી તેનો ઘટાડો દેખાવા લાગશે. આગામી 2 વર્ષમાં તે RBIની સંતોષકારક શ્રેણીમાં આવશે. IMF એ તેનું કારણ બેઝ ઇફેક્ટ, ચુસ્ત નાણાકીય નીતિ અને લાંબા ગાળાના ફુગાવાના અંદાજોને યોગ્ય દિશામાં જવાનું કારણ આપ્યું છે. 

નોંધનીય છે કે, નવેમ્બરમાં ભારતમાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકા હતો, જે આરબીઆઈની સંતોષકારક શ્રેણીમાં છે. આવું 2022માં પહેલીવાર બન્યું જ્યારે છૂટક ફુગાવો 6 ટકાથી નીચે આવ્યો. IMF રિપોર્ટ જણાવે છે કે, આયાત માંગ અને કોમોડિટીના ભાવમાં વધારો થવાને કારણે FY23માં ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 3.5 ટકા સુધી વધી જશે. ગયા નાણાકીય વર્ષમાં તે જીડીપીના 1.7 ટકા હતો. મધ્યમ ગાળામાં તે ઘટીને 2.5 ટકા થવાની ધારણા છે. IMF ના મતે ક્રેડિટ ગ્રોથ સુધરી રહી હોવા છતાં મધ્યમ ગાળામાં આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે તેને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ