iffco ranking number one among top 300 cooperatives of the world
ટર્નઓવર રેન્કિંગ /
ભારતની આ સહકારી સંસ્થા બની દુનિયામાં નંબર વન, જાણો શું મેળવી મહાન સિદ્ધી
Team VTV05:36 PM, 21 Jan 21
| Updated: 05:46 PM, 21 Jan 21
ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટીવ લિમિટેડ (IFFCO)એ ગત નાણાકીય વર્ષમાં 125માં સ્થાનેથી ઓવરઓલ ટર્નઓવર રેન્કિંગમાં 65 મું સ્થાન હાંસલ કર્યું છે.
IFFCO એ દુનિયામાં ડંકો વગાડ્યો, આ મહાન સિદ્ધી હાંસલ કરી
ઈફકોએ દુનિયાની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું
IFFCO એ ઓવરઓલ ટર્નઓવર રેન્કિંગમાં 65 મું સ્થાન હાંસલ કર્યું
ભારતની IFFCO સહકારી સંસ્થા દુનિયામાં નંબર વન બની છે. આ સંસ્થાએ દુનિયાની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈફકોની આ સિદ્ધી ફક્ત સહકારી ક્ષેત્ર માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આ સિદ્ધી પર બોલતા ઈફકોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ઈફકો રાષ્ટ્રીય જીડીપી અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન દ્વારા પ્રસિદ્ધ નવમા વાર્ષિક વિશ્વ મોનિટર રિપોર્ટમાં જણાવ્યાનુસાર, ઈફ્કોની આ સિદ્ધી તેના ખંતના ટર્નઓવર અને દેશની સંપત્તિને દર્શાવે છે. ઈફકોના એમડી યુએસ અવસ્થીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ઈફકો દુનિયાની નંબર-1 સહકારી સંસ્થા બની તે ઘણી ખુશીની વાત છે. દુનિયાની ટોચની 300 સહકારી સંસ્થાઓ વચ્ચે માથાદીઠ જીડીપી કરતા પણ વધારે કારોબારના રેશિયોને આધારે ઈફ્કો ટોચના સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે ઈફકો ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે.
5.5 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે
પોતાના 36,000 સહકારી સમિતિઓના વિશાળ માર્કેટિંગ નેટવર્ક દ્વારા ઈફકો ભારતના 5.5 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે. ભારતના ખૂણેખાંચરે રહેતા ખેડૂતો સુધી ખાતર પહોંચાડવાનો આકરો પડકાર ઈફકોના માર્કેટિંગ વિભાગની સામે રહેલ છે.ઈફકોએ દુનિયાભરમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કર્યો છે.ઘણા આંતરરાષ્ટ્રીય ખાતર ઉધ્યોગો અને કાચા માલના સપ્લાયર્સની સાથે મહત્વપૂર્ણ કરાર દ્વારા સંસ્થાએ પોતાની આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું ફલક વિસ્તાર્યું છે.