બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / If the marriage has deteriorated beyond repair, divorce can be taken on the basis of cruelty- Supreme

ન્યાયિક / સુધરી ન થઈ શકે તેટલી હદે લગ્ન બગડ્યાં હોય તો ક્રૂરતાને આધારે છૂટાછેડા લઈ શકાય- સુપ્રીમનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 06:18 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 વર્ષથી અલગ અલગ રહેનાર એક કપલના કિસ્સામાં મોટી ટીપ્પણી કરતાં સુપ્રીમે કહ્યું કે સુધરી ન થઈ શકે તેટલી હદે લગ્ન બગડ્યાં હોય તો ક્રૂરતાને આધારે લગ્નભંગ થઈ શકે.

  • લગ્ન ભંગાણ પર સુપ્રીમની જોરદાર ટીપ્પણી 
  • સુધરી ન થઈ શકે તેટલી હદે લગ્ન ખરાબ થયાં હોય તો છૂટાછેડા લઈ શકાય
  • 25 વર્ષની અલગ રહેનાર કપલના કિસ્સામાં સુપ્રીમે આપ્યો ચુકાદો 

એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 (1) (આઇએ) હેઠળ સુધરી ન શકે તે હદે બગડી ગયા હોય તો લગ્નને ક્રૂરતાને આધારે ભંગ કરી શકાય છે. 

25 વર્ષની અલગ રહેનાર કપલના કિસ્સામાં સુપ્રીમનું અવલોકન 
જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જે બી પારડીવાલાની ખંડપીઠે એક કેસનો નિકાલ કરતી વખતે આ અવલોકન કર્યું હતું જેમાં એક દંપતી 25 વર્ષથી અલગ રહેતા હતા. આ દંપતી માંડ ચાર વર્ષ સુધી પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં હતા અને ત્યાર બાદ છૂટાં પડી ગયાં હતાં અને આજ દિન સુધી અલગ જ રહે છે. તેઓએ એકબીજા સામે અનેક કેસ દાખલ કર્યા હતા.2009માં ફેમિલી કોર્ટે ક્રૂરતાના આધાર પર પતિ દ્વારા લગ્ન ભંગ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી હતી, જોકે દિલ્હી હાઈકોર્ટે 2011માં છૂટાછેડાના નિર્ણયને બદલી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પતિની અપીલ પર વિચાર કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બંને પક્ષો વચ્ચેના સંબંધો કડવા થઈ ગયા છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે લગ્નમાં કોઈ બાળકનો જન્મ થતો નથી.

25 વર્ષથી બગડેલો સંબંધ સુધરી ન શકે 
કોર્ટે કહ્યું કે, અમારા મતે, વૈવાહિક સંબંધ, જે વર્ષોથી ફક્ત વધુને વધુ કડવો બની ગયો છે, તે બંને બાજુની ક્રૂરતા સિવાય બીજું કશું જ નથી. આ તૂટેલા લગ્નને જીવંત રાખવું એ બંને પક્ષો માટે અન્યાયી રહેશે. જે લગ્ન અપૂરણીય રીતે તૂટી ગયા હોય તે અમારા મતે બંને પક્ષો માટે ક્રૂર હોય છે, કારણ કે આવા સંબંધમાં દરેક પક્ષ એકબીજા સાથે ક્રૂર વ્યવહાર કરી રહ્યો છે. તેથી, તે કાયદાની કલમ 13 (1) (આઇએ) હેઠળ લગ્નવિચ્છેદના આધાર છે. 

પત્નીને 30 લાખનું ભરણપોષણ આપીને પતિને આપ્યાં છૂટાછેડા 
જોકે, સુપ્રીમ કોર્ટે માત્ર જીવનસાથી સામે કેસ દાખલ કરવો એ ક્રૂરતા ગણાશે નહીં એવા હાઈકોર્ટના અભિપ્રાય સાથે અસહમત ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે આ કેસની હકીકતો જોતાં એ જોવું રહ્યું કે લગ્ન સુધરી ન શકે તેટલી હદે બગડી ગયાં છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે હાલના લગ્નનો અંત લાવવો જોઈએ કારણ કે તેની ચાલુ રાખવા એ એકબીજા પ્રત્યેની ક્રૂરતા સમાન છે. કોર્ટે પતિની અપીલને માન્ય રાખી હતી અને પત્નીને 30 લાખ રૂપિયા કાયમી ભરણપોષણ પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ