બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / if bjp wins gujarat elections will come close to breaking record of cpm in west bengal

ગુજ'રાજ' 2022 / ....તો આ વખતે ભાજપ તોડશે આ સૌથી મોટો રેકોર્ડ, છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં છે ભાજપનું શાસન!

MayurN

Last Updated: 12:58 PM, 5 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આ વખતે ભાજપ ગુજરાતમાં ફરી સત્તા મેળવશે તો પશ્ચિમ બંગાળમાં સીપીએમનો રેકોર્ડ તોડવાની નજીક આવી જશે.

  • ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન
  • ભાજપ પશ્ચિમ બંગાળમાં સીપીએમનો રેકોર્ડની નજીક
  • બંગાળમાં CPMનું શાસન 34 વર્ષ સુધી અકબંધ રહ્યું

આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે 93માંથી 51 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 39 અને 3 અપક્ષો જીત્યા હતા. બીજી તરફ જો આ વખતે ભાજપ ગુજરાતમાં ફરી સત્તા મેળવશે તો પશ્ચિમ બંગાળમાં સીપીએમનો રેકોર્ડ તોડવાની નજીક આવી જશે. 

આ પાર્ટીનો રેકોર્ડ તોડી શકે છે
ભાજપે 7મી વખત સત્તા કબજે કરવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. જો આ વખતે પણ ભાજપ ગુજરાતમાં તેની સરકાર બનાવવામાં સફળ થાય છે, તો તે 32 વર્ષ સુધી સતત સરકાર બનાવનાર એકમાત્ર પાર્ટી બની જશે. પરંતુ શું તમે જાણો છો કે આ સિવાય પણ એક એવું રાજ્ય છે જ્યાં સતત 34 વર્ષ સુધી માત્ર એક જ પાર્ટીએ સત્તાની ગાદી ભોગવી છે. તે રાજ્ય છે બંગાળ જ્યાં CPMનું શાસન 34 વર્ષ સુધી અકબંધ રહ્યું. 

CPM 1977 થી શાસનમાં
આઝાદી પછી, કોઈપણ પાર્ટીએ કોઈપણ રાજ્યમાં સૌથી વધુ વખત શાસન કર્યું છે તેનું નામ આવે તો બંગાળમાં ફક્ત CPMનું નામ જ રહ્યું છે. 1977માં શરૂ થયેલી પશ્ચિમ બંગાળમાં CPMની લાંબી ઇનિંગ્સ 2011માં પૂરી થઈ. આ દરમિયાન દેશમાં ઘણા ફેરફારો થયા, બંગાળ પણ તેનું સાક્ષી બન્યું, પરંતુ સીપીએમનો વિકલ્પ મળ્યો નહીં. આમાં લાંબો સમયગાળો એવો પણ હતો જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું. ઈન્દિરા અને રાજીવનો કાર્યકાળ હતો, પરંતુ બંગાળ અલગ માર્ગે ચાલી રહ્યું હતું, અને તે જ માર્ગ હવે ગુજરાતમાં ભાજપ ચલાવી રહ્યું છે. આ વખતે ગુજરાતમાં જીતની સાથે સાથે ભાજપ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વાતાવરણ ઊભું કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. 

આ બે ફાયદો મળી શકે છે ભાજપને
બીજી તરફ ગુજરાત ભાજપના છેલ્લા 27 વર્ષની વાત કરીએ તો છેલ્લી વિધાનસભા ચૂંટણી ભાજપ માટે કંઈ ખાસ ન હતી, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100 બેઠકોના આંકડાને પણ સ્પર્શી શક્યું ન હતું. 2017ની કામગીરી જોઈએ તો આ વખતે ભાજપ હાઈકમાન્ડે પુરી તાકાત લગાવી દીધી છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત ઘણી મહત્વની છે. એક 2024ની લોકસભા ચૂંટણી માટે વાતાવરણ તૈયાર કરવાનું છે અને બીજું બંગાળના સીપીએમના 34 વર્ષના રેકોર્ડની નજીક પહોંચવાનું છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP CPM Gujarat election 2022 West Bengal gujarat politics record win Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ