બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / I wanted to play Ashwin breaks silence on not making WTC final, I knew I wouldn't get a chance

WTC 2023 / 'હું રમવા માંગતો હતો': અશ્વિને WTC ફાઇનલમાં સ્થાન ન મળવા પર મૌન તોડતા કહ્યું, 'મને ખબર હતી કે મોકો નહીં મળે'

Megha

Last Updated: 11:34 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઇનલ મેચ દરમિયાન અશ્વિનને સ્થાન ન મળવા પર ઘણા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પણ આ બધા સિવાય લોકો રાહ જોઈ રહ્યા હતા કે અશ્વિન પોતે આ અંગે શું કહેશે?

  • WTC ફાઇનલ મેચમાં 209 રનથી હારનો સામનો કરવો પડ્યો
  • રોહિત શર્માના ઘણા નિર્ણયો પર ઘણા સવાલો ઉભા થયા
  • રવિચંદ્રન અશ્વિન જેવા નંબર વન બોલરને ટીમમાં સ્થાન કેમ નહતું મળ્યું?

ટીમ ઈન્ડિયાને ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં 209 રનથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ઘણા નિર્ણયો પર ઘણા સવાલો ઉભા થયા છે. આ બધા સવાલો માંથી સૌથી વધુ ચર્ચાનો વિષય છે કે રવિચંદ્રન અશ્વિન જેવા નંબર વન બોલરને ટીમમાં સ્થાન કેમ નહતું આપવામાં આવ્યું. 

ફાઇનલ મેચ દરમિયાન અશ્વિનને સ્થાન ન મળવા પર ઘણા દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી પણ આ બધા સિવાય લોકો રાહ જોઈ રહ્યા હતા કે અશ્વિન પોતે આ અંગે શું કહેશે? જણાવી દઈએ કે હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનરે પણ આ અંગે મૌન તોડ્યું છે અને ફાઇનલ મેચમાં ટીમમાં સ્થાન ન મળવા બદલ તેને પોતાની પ્રતિક્રિયા આપતા નિરાશા વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે વર્ષ 2021માં ઈંગ્લેન્ડની ધરતી પર રમાયેલી WTC ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે અશ્વિન અસરકારક બોલર સાબિત થયો હતો જેમાં તેને ચાર વિકેટ પણ લીધી હતી. જો કે એ બાદ ટેસ્ટ સીરિઝમાં તત્કાલિન કેપ્ટન વિરાટ કોહલીએ તેને તક આપી ન હતી. એ સમયથી તેના મનમાં સ્પષ્ટ હતું કે ટીમ ચાર પેસર અને એક સ્પિનરની માનસિકતા સાથે ઈંગ્લેન્ડ જશે. તેથી જ કદાચ તે મેચની શરૂઆત પહેલા જ જાણતો હતો કે તે આ ટાઇટલ મેચ રમી શકશે નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

'મારે તો રમવાનું હતું...'
હાલ આપેલ એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે, ' હું ચોક્કસપણે આ ફાઈનલ મેચમાં રમવા માંગતો હતો કારણ કે ટીમને અહીં લાવવામાં મેં પણ ફાળો આપ્યો હતો. મેં છેલ્લી ફાઇનલમાં પણ ચાર વિકેટ લીધી હતી. 2018-19થી વિદેશમાં પણ મારું પ્રદર્શન સારું રહ્યું છે. હું અત્યારે ન તો રમી શક્યો કે ન તો અમે ટાઇટલ મેળવી શક્યા. જો કે હું આ નિર્ણયને કોચ અને કેપ્ટનના દૃષ્ટિકોણથી જોઈ રહ્યો છું અને તેમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. જ્યારે અમે 2021માં ઈંગ્લેન્ડમાં હતા ત્યારે ટીમે કદાચ અહીં મન બનાવી લીધું હતું કે માત્ર ચાર પેસર અને એક સ્પિનર જ સફળ થશે. તેથી કદાચ મેચ શરૂ થવાના 48 કલાક પહેલા મને ખબર હતી કે મને રમવાની તક નહીં મળે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ