બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / વિશ્વ / I Came From 2047 In A Tin c,.m/hine: Man Makes Shocking Claim, Shows Evidence

VIDEO: / હું ટાઈમ મશીનમાં બેસીને વર્ષ 2047થી આવ્યો છું: શખ્સે કર્યો ચોંકાવનારો દાવો, પૂરાવા પણ બતાવ્યા

Pravin Joshi

Last Updated: 03:29 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વ્યક્તિએ એવો ચોંકાવનારો દાવો કર્યો છે, જેને સાંભળીને કોઈપણના હોશ ઉડી જશે. તે કહે છે કે તે ટાઈમ મશીનમાં બેસીને વર્ષ 2047 થી 2022 સુધી આવ્યો છે. ત્યારથી તે અહીં એક શોધ પર કામ કરી રહ્યો છે.

  • એક વ્યક્તિએ ચોંકાવનારો દાવો કર્યો 
  • 2047થી 2022 સુધી ટાઈમ મશીનમાં બેસીને આવ્યો
  • પૂરાવા તરીકે વ્યક્તિએ વીડિયો પણ કર્યો શેર

હાલમાં એક વ્યક્તિ દ્વારા સૌથી અજીબ અને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા મુજબ તે વ્યક્તિ કહી રહ્યો છે કે તે ટાઈમ મશીનમાં બેસીને વર્ષ 2047 થી 2022 સુધી આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, વીડિયોમાં બંનેના ચહેરા ઝાંખા છે. તેમાં મેચિંગ ટેટૂઝ પણ જોવા મળે છે. આ વ્યક્તિનું નામ છે માઈક વિલિયમ્સ. તે કહે છે કે તે વર્ષ 2047 થી આવ્યો છે. તે ભવિષ્યમાં વર્ચ્યુઅલ રિયાલિટી જેવી નવીન ટેક્નોલોજી બનાવતી કંપની માટે કામ કરતો હતો. જે 2025 થી પ્રખ્યાત થશે.

ટાઈમ મશીન જેવી શોધ માટે તેણે કંપનીને પોતાને શેરહોલ્ડર બનાવવા કહ્યું હતું. પરંતુ પછી અચાનક તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ ગુસ્સામાં તેણે 2030 સુધી તેની તમામ ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ સંબંધિત માહિતી એકઠી કરી, ટાઈમ મશીન એક્ટિવેટ કર્યું અને 2022માં તેના યુવાન રૂપને જોવા માટે પરત આવ્યો છું. 

પુરાવા માટે વીડિયો શેર કર્યો

તેણે એક ટીવી યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. અહીં યુવાન માઈક એટલે કે હાલના માઈકે જણાવ્યું કે જ્યારે તે યુનિવર્સિટીમાંથી પાછો આવ્યો ત્યારે તેને રૂમમાં એક વૃદ્ધ તેની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તેણે મેચિંગ ટેટૂ બતાવ્યું તો તે ચોંકી ગયો. તે બાળપણમાં કાંડા પર બનાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ વીડિયોમાં 2047થી આવેલો જૂનો માઈક કહે છે, 'તમે જે પણ સાંભળી રહ્યા છો તે દરેક શબ્દ સાચો છે અને તે આપણા જીવનનો એક ભાગ છે. મારૂં નામ માઇક વિલિયમ્સ છે, તે આગળ કહે છે, 'તમને લાગતું હશે કે અમે પિતા અને પુત્ર છીએ અને મેં મારા પુત્રનું નામ મારા નામ પર રાખ્યું છે અથવા અમે ભાઈઓ છીએ પરંતુ બધું તમે વિચારી રહ્યાં છો તેના કરતાં વધુ જટિલ છે. આપણે એક જ મનુષ્ય છીએ. અમારી વચ્ચે 25 વર્ષનો તફાવત છે. હું વર્ષ 2047 થી વર્ષ 2022 સુધી આવ્યો છું. મને નાનપણથી જ એન્જીનીયરીંગ અને નવીન ટેકનોલોજીનો શોખ હતો. વર્ષ 2028 મારા જીવનનું મહત્વનું વર્ષ હતું કારણ કે મને નવી સ્ટાર્ટઅપ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હતો, જે નવીન ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરવા જઈ રહી હતી.

કંપનીએ ભવિષ્યમાં છેતરપિંડી કરી

તેમણે આગળ કહ્યું, 'વર્ષ 2042 માં અમારી કંપનીએ વિશ્વના ઇતિહાસમાં સૌથી ક્રાંતિકારી ઉપકરણ બનાવવાનું કામ શરૂ કર્યું, જે ટાઇમ મશીન હતું. અમે તેને ટાઇમ AWIX 200 નામ આપ્યું છે. 2045 સુધીમાં ટાઈમ મશીન લગભગ પૂર્ણ થઈ ગયું હતું અને અમે તેની સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું, પહેલા માંસના ટુકડા સાથે,પછી પ્રાણીઓ તેમાં, મુખ્યત્વે ઉંદરો.ઉપર પ્રયોગ કરવામાં આવ્યા. અમે ફક્ત ભૂતકાળમાં જ મુસાફરી કરી શકતા હતા. ભવિષ્યની મુસાફરી કરી શકતા ન હતા. 28 ડિસેમ્બર, 2046 ના રોજ, મારો કંપનીના વડા સાથે ગંભીર વિવાદ થયો. કંપનીના શેરહોલ્ડર બનવાની મારી વિનંતીના જવાબમાં મને કહેવામાં આવ્યું કે મને બરતરફ કરવામાં આવ્યો છે અને મારે દસ દિવસમાં કંપની છોડવી પડશે અને મારી બધી શોધ કંપનીની છે અને મારી નહીં.'

ટૂંક સમયમાં પરિણામો શેર કરશે

તેણે કહ્યું, '4 જાન્યુઆરી 2047ના રોજ મેં મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો. મેં 2022 માં પાછા ફરવાનું વિચાર્યું અને મારી પાસે જે પણ છે તે મારા યુવાન રૂપને આપવાનું નક્કી કર્યું જેથી તે મારું ભવિષ્ય બદલી શકે. ઓલ્ડ માઈકે કહ્યું કે તેણે પોતાનું ટાઈમ મશીન શરૂ કર્યું. તે એવી રીતે શરૂ કરવામાં આવ્યું હતું કે કોઈ તેમની પાછળ ન આવી શકે. હવે 2023 માં, તે અને યુવાન માઈક મશીન પર કામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં પરિણામો બતાવશે.

યંગ માઇક કહે છે, 'તે કદાચ વાર્તા જેવું લાગે, પરંતુ મને ખાતરી છે કે તે એકદમ સાચી છે. મને મારા તમામ પ્રશ્નોના જવાબો અને તમામ પુરાવાઓ પણ મળી ગયા છે. મુદ્દો એ છે કે આપણે એક જ વ્યક્તિ છીએ. હા, હા, મને ખબર છે કે તે વિચિત્ર લાગે છે. હું યુનિવર્સિટીમાંથી ઘરે પાછો આવ્યો તે દિવસથી વાર્તા શરૂ થાય છે. મેં જૂના માઈકને તેની ખુરશીમાં બેઠેલા જોયા, હું ગભરાઈ ગયો. જ્યારે તેણે મને મારા હુલામણા નામથી બોલાવ્યો, જે ફક્ત મારા પરિવારના સભ્યો જ મને બોલાવતા હતા, ત્યારે હું ભાગી જવા માંગતો હતો. હું આશ્ચર્યમાં હતો. તે હું છું, હું હમણાં જ ભવિષ્યમાંથી આવ્યો છું. જો કે, બંનેના દાવાને હજુ સુધી સમર્થન મળ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ