બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / I am not afraid of fatwas, even after threats, Ruby Khan performed Ganesh Visharan

વિવાદ / ફતવાઓથી હું ડરતી નથી, ધમકીઓ બાદ પણ રૂબી ખાને કર્યું ગણેશ વિસર્જન

Priyakant

Last Updated: 04:28 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂબી આસિફ ખાને તેના પતિ અને બે મુસ્લિમ મહિલાઓ સાથે બુલંદશહેરના નરોરા નરવર ઘાટ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું

  • રૂબી આસિફ ખાને તમામ ધમકીઓને અવગણીને ગણેશ વિસર્જન કર્યું
  • ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિના કરતાં રૂબી ખાન વિરુદ્ધ ફતવો બહાર પડાયો હતો 
  • રૂબી આસિફ ખાન લાંબા સમયથી હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરે છે 

ઉત્તર પ્રદેશના અલીગઢની રહેવાસી રૂબી આસિફ ખાને તમામ ધમકીઓને અવગણીને આજે ગણેશ વિસર્જન કર્યું છે. રૂબી આસિફ ખાને તેના પતિ અને બે મુસ્લિમ મહિલાઓ સાથે બુલંદશહેરના નરોરા નરવર ઘાટ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કર્યું. હાથ જોડીને પૂજા પણ કરી. રૂબી આસિફ ખાન પૂજાને લઈને ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. રૂબી આસિફ ખાન લાંબા સમયથી હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરે છે, જેના માટે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે અને તેની આસપાસના લોકો તેને હિંદુ મહિલા કહે છે.

અલીગઢમાં ઘરે ગણેશ મૂર્તિ સ્થાપિત કર્યા બાદ મૌલાનાના નિશાના પર આવેલી રૂબી આસિફ ખાને સવારે પહેલા ગણેશજીની પૂજા કરી અને પછી મૂર્તિ સાથે નરોરા જવા રવાના થઈ. આ દરમ્યાન તેમને સુરક્ષા આપવા માટે ઘણા પોલીસકર્મીઓ એકસાથે હાજર હતા. 

શું કહ્યું રૂબી આસિફ ખાને ? 

રૂબીએ કહ્યું, “મેં 31મીએ ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી હતી, ત્યારબાદ મારી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. મૌલાનાએ કહ્યું કે હું હિંદુ બની ગઇ છું, તેથી તેને ઇસ્લામમાંથી બહાર ફેંકી દો અને પરિવારને જીવતો સળગાવીને મારી નાખો. હું જ્યારે બહાર જાઉં છું ત્યારે લોકો ઊલટું કોમેન્ટ કરે છે કે હિંદુઓ જાય છે, પણ હું ફતવાઓ અને મૌલાનાઓથી ડરતી નથી. 

ઘણી મુસ્લિમ મહિલાઓએ રૂબીને ટેકો આપ્યો  

રૂબીને તેના પતિ આસિફ ખાન અને વિસર્જન માટે તેની સાથે આવેલી મહિલાઓએ ટેકો આપ્યો હતો. તેણીએ કહ્યું કે, તે પહેલેથી જ તેની સાથે છે અને ભવિષ્યમાં પણ તેને સમર્થન આપશે. પછી ભલે કોઈ રૂબી સામે ફતવો જાહેર કરે. રૂબી આસિફ ખાનની પડોશમાં રહેતા ફારૂકે જણાવ્યું કે,  અમને રૂબી આસિફ ખાનની પૂજાથી કોઈ વાંધો નથી અને અમે રૂબીના ઘરની સામે જ રહીએ છીએ. અમને ખબર નથી કે તે તેના ઘરની અંદર શું કરે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમને મૂર્તિની સ્થાપના વિશે થોડા દિવસો પહેલા જ ખબર પડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ