બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Husband can't ask for divorce if wife goes away without telling him: HC

મહિલાની મનપંસદ પર મહોર / પત્ની અલગ ઘર માગે કે કહ્યાં વગર પિયર જતી રહે તો પતિ છૂટાછેડા ન માગી શકે-હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 06:27 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક હાઈકોર્ટે પત્ની પર એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

  • પત્નીઓને મોટી મદદે આવી કર્ણાટક હાઈકોર્ટ
  • કહ્યું-કહ્યાં વગર પત્ની પિયર જતી રહે તો પતિ છૂટાછેડા ન માગી શકે 
  • પત્નીની અલગ ઘરની માગ પણ ક્રૂરતા નથી
  • ધારવાડના એક ઘરેલુ વિવાદમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો 

કર્ણાટક હાઈકોર્ટે પત્નીઓના ખાસ મનગમતા કામની તરફેણમાં ચુકાદો આપીને તેમની મદદ કરી છે. એક પારિવારિક કેસનો ચુકાદો આપતા કર્ણાટક હાઈકોર્ટે એવી ટીપ્પણી કરી કે પતિ કે ઘરના બીજા કોઈ સભ્યને કહ્યાં વગર પત્ની પીયર જતી રહે અથવા તો અલગ ઘરની માગ કરે તો તે ક્રૂરતા નથી અને પતિ આ આધારે છૂટાછેડા ન માગી શકે. કહ્યાં વગર ઘણા લાંબા સમયથી પિયર જતી રહેલા પત્ની પાસેથી છૂટછેડા માગનાર એક પતિની અરજી ફગાવી દેતા કર્ણાટક હાઈકોર્ટે આ ચુકાદો જાહેર કર્યો હતો. 

પત્ની અલગ ઘરની માગ કરે કે પિયરે જાય તે ક્રૂરતા નથી-હાઈકોર્ટ 

કોર્ટે કહ્યું કે, અલગ ઘર માંગવુ કે માતા-બહેનના ઘરે મળવા જવું એ ક્રૂરતા નથી. જસ્ટિસ આલોક આરાધે અને એસ વિશ્વનાથ શેટ્ટીની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. અરજદારે કૌટુંબિક ઝઘડા અંગે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. અરજીકર્તાના પતિના જણાવ્યા અનુસાર 2002માં તેના લગ્ન એક યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ તેની પત્નીએ અલગ ઘરની માંગણી શરૂ કરી દીધી હતી. પતિના કહેવા પ્રમાણે તેણે પોતાની વિધવા માતા અને નાના ભાઈ સાથે રહેવાનું છે અને બંનેની જવાબદારી તેના ખભા પર છે.

વિધવા માતાનો સાથ ન છોડી શકું-પતિ 
પતિએ હાઈકોર્ટમાં એવું પણ કહ્યું હતું કે માતા અને ભાઈની જવાબદારીને કારણે તે અલગ ઘરની પત્નીની માગ પૂરી કરી શકતો નથી. તેણે એવું પણ કહ્યું કે પત્ની તેની માતા કે ભાઈને કહ્યાં વગર પીયર જતી રહે છે. પત્નીને આ આદતને કારણે તેની જિંદગી બર્બાદ થઈ છે. પતિનો દાવો છે કે 2017માં પત્ની બાળકોને લઈને પિયર જતી રહી હતી ત્યારથી આજ દિન સુધી પરત આવી નથી. 

પત્ની કરી ચૂકી છે દહેજનો ખોટો કેસ
પિયર જતા રહ્યાં બાદ પત્નીએ તેના પતિ પર દહેજનો ખોટો કેસ કર્યો હતો. જોકે પાછળથી થયેલી પોલીસ તપાસમાં પતિ અને તેનો પરિવાર નિર્દોષ સાબિત થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ