બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 10:26 AM, 7 October 2021
ADVERTISEMENT
કેટલાક ઘરેલૂ ઉપચાર કરીને પેટમાં ઠંડક કરી શકાય છે. જેથી આજે અમે તમને એવા ખાસ ઘરેલૂ ઉપચાર જણાવીશું, જેને કરી લેવાથી તમારા પેટમાં ઠંડક પણ થશે અને મોમાં ચાંદા થવાની સમસ્યા પણ દૂર થશે.
ADVERTISEMENT
પેટની ગરમીને શાંત કરવા માટે ખાન પાન પર ધ્યાન આપવું જરૂરી છે. ઓછાં મરચાં-મસાલાવાળા ખોરાક ખાવાથી પેટને આરામ મળે છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ હોય છે, તેમણે ખાસ ધ્યાન રાખવું. બાળકો અને વૃદ્ધોને પણ ઓછાં તેલ મસાલાવાળા ખોરાક આપવા. સાથે જ ગરમીમાં પેટમાં ઠંડક કરવા ઠંડી તાસીરવાળી વસ્તુઓનું સેવન કરો. જેમ કે પેટની ગરમી શાત કરવા તમે દૂધ, દહીં કે લસ્સીનું સેવન કરી શકો છો. સાથે જ પાચન સારું રહે તેનું ધ્યાન રાખો. તેના માટે રોજ રાતે સૂતી વખતે 1 ચમચી ત્રિફલા ચૂર્ણ ખાઈ શકો છો અને સવારે ઉઠીને નવશેકું પાણી પીવું. રાતે મોડાં ખાવાની આદત છોડી દેવી.
આ વસ્તુઓનું સેવન કરવું નહીં
ગરમીમાં મોના ચાંદાથી બચવા માટે ખાટ્ટી વસ્તુઓ અથવા ટામેટાનું સેવન કરવું નહીં. આ સિવાય હાર્ડ વસ્તુઓ અને ગરમ પડે એવી વસ્તુઓ ખાવી નહીં.
મોના ચાંદા દૂર કરવાનો ઘરેલૂ ઉપાય
આયુર્વેદ મુજબ જેઠીમધનો પાઉડર પાણીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી મોમાં ચાંદાની સમસ્યા દૂર થાય છે. દુખાવો અને સોજો પણ મટે છે. સાથે જ નારિયેળના દૂધમાં મધ મિક્સ કરીને ચાંદાવાળા ભાગ પર લગાવવાથી આરામ મળે છે. સિંધાલૂણ મીઠું પાણમીમાં મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી આરામ મળે છે. સાથે જ કોથમીરનો રસ કે એલોવેરા જેલ ચાંદા પર લગાવવાથી કે પછી તુલસીના પત્તા ચાવીને ખાઈ લેવાથી ચાંદા મટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.