બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / How fair is civil superintendent's unfair treatment of MP?

મહામંથન / આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની સ્થિતિ તો જુઓ, સાંસદે ઉઘાડી પોલમપોલ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો ગેરવ્યાજબી વ્યવહાર કેટલો યોગ્ય?

Vishal Khamar

Last Updated: 10:05 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પરંતું યોજનાઓનો લાભ તેઓને મળતો નથી. ત્યારે છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલ બનીને તૈયાર છે. તેમજ હોસ્પિટલમાં આધુનિક સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. સાંસદ દ્વારા હોસ્પિટલનાં લોકાર્પણ માટે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલમાં તબીબોનાં અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે.  આ સ્થિતિ ફરી એકવાર નજર સામે ત્યારે આવી જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એ મુદ્દો ઉપસ્થિત કર્યો. ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ તબીબના અભાવે બંધ જેવી હાલતમાં છે.. જે તબીબ છે તે એક જ છે અને સરવાળે દર્દીનો ઈલાજ થઈ શકતો નથી. સાંસદ વધુ રોષે એટલા માટે ભરાયા હતા કે આ બાબતે આરોગ્યમંત્રીને વારંવાર રજૂઆત કરી છતા કોઈ ઉકેલ આવતો નહતો.  જો કે મનસુખ વસાવાનો ઈશારો આરોગ્યમંત્રી અને તેની ટીમ સામે પણ હતો. 

  • ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ તબીબના અભાવે બંધ હાલતમાં
  • ડેડિયાપાડાની હોસ્પિટલમાં એક જ તબીબ છે
  • ભરૂચના ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ રોષ ઠાલવ્યો

એવુ બની શકે કે આરોગ્યમંત્રીએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યુ હોય. પરંતુ તેની આસપાસ રહેલી ટીમ નક્કર કામગીરી કરતી ન હોય. સિક્કાની વધુ વરવી બાજુ એ હતી કે ડેડિયાપાડાની સામે રાજપીપળામાં જે હોસ્પિટલ છે ત્યાં તબીબો તો છે. પરંતુ દર્દી તરફ ધ્યાન નથી આપતા. દર્દી જયારે સાંસદને ફોન કરે છે અને સાંસદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરે છે. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ એવુ કહે છે કે સાંસદને મળવું હોય તો મારી ઓફિસમાં આવે. હવે સામાન્ય માણસે કલ્પના જ કરવી રહી કે એક સાંસદ સાથે જો આવું વર્તન થતું હોય તો તેની હાલત શું થતી હશે. અહીં પણ પાયાનો સવાલ એટલો જ છે કે તબીબના અભાવે કોઈ હોસ્પિટલ બંધ હોય તો દર્દી ઈલાજ માટે જાય ક્યાં..

  • મનસુખ વસાવાએ હોસ્પિટલ મુદ્દે અનેકવાર રજૂઆત કરી
  • અનેક રજૂઆત છતા ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ જૈસે થે જેવી સ્થિતિમાં

હોસ્પિટલ બંધ, સાંસદનો બળાપો
ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ તબીબનાં અભાવે બંધ હાલતમાં છે. ત્યારે ડેડિયાપાડાની હોસ્પિટલમાં એક જ તબીબ છે. ભરૂચનાં ભાપજનાં સાંસદ મનસુખ વસાવાએ રોષ ઠાલવ્યો છે. તેમજ મનસુખ વસાવાએ હોસ્પિટલ મુદ્દે અનેકવાર રજૂઆત કરી હતી. અનેક રજૂઆત છતાં ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ જૈસે થે જેવી સ્થિતિમાં જ છે. 

  • ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ બંધ હાલતમાં
  • દર્દીની સારવાર નથી મળતી અને રજા આપી દેવાય છે
  • તબીબ જ નથી અને સરવાળે દર્દીનો ઈલાજ થતો નથી
  • રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ તુમાખીથી વર્તે છે
  • સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ એમ કહે છે કે સાંસદને મળવું હોય તો ઓફિસમાં આવે 

સાંસદ રોષે કેમ ભરાયા?
ડેડિયાપાડાની સિવિલ હોસ્પિટલ બંધ હાલતમાં રહેતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ દર્દીની સારવાર મળતી નથી અને રજા આપી દેવાય છે. તબીબ જ નથી અને સરવાળે દર્દીનો ઈલાજ થતો નથી. રાજપીંપળાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ તુમાખીથી વર્તે છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ પણ એમ કહે છે કે સાંસદને મળવું હોય તો ઓફિસમાં આવે. ત્યારે આ બાબતે મનસુખ વસાવાએ ડેડિયાપાડાની હોસ્પિટલનાં મુદ્દે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. તેમજ મુખ્યમંત્રીએ આરોગ્યમંત્રીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે આરોગ્ય મંત્રી અને તેમની ટીમ કોઈ વાત સાંભળતી નથી. તેમજ સારવારનાં અભાવે અંતરિયાળ વિસ્તારનાં દર્દીઓને અન્યત્ર રિફર કરવા પડે છે.  

  • મનસુખ વસાવાએ ડેડિયાપાડાની હોસ્પિટલના મુદ્દે CMને પણ રજૂઆત કરી
  • મુખ્યમંત્રીએ આરોગ્યમંત્રીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું
  • વસાવાનો આક્ષેપ છે કે આરોગ્યમંત્રી અને તેની ટીમ કોઈ વાત સાંભળતી નથી
  • સારવારના અભાવે અંતરિયાળ વિસ્તારના દર્દીઓને અન્યત્ર રિફર કરવા પડે છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ