બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / આરોગ્ય / honey health benefits for cough cold and sore throat

Health Tips / શરદી-ખાંસી માટે રામબાણ ઈલાજ છે 'મધ', જાણો ઉપયોગની સાચી રીત

Arohi

Last Updated: 07:04 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલના સમયમાં જો કોઈને શરદી-ખાંસી અથવા ગળામાં ખીચખીચ હોય છે તો તેને ડર લાગે છે કે ક્યાંક તેને કોવિડ તો નથી. તમે મધની મદદથી આવી પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.

  • આ રીતે કરો મધનો ઉપયોગ 
  • શરદી-ખાંસીમાં મળશે રાહત 
  • જાણો યોગ્ય રીત 

મોટાભાગે ગળામાં ખીચખીચ હોય તો તેને સારવારમાં 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પરંતુ આ વચ્ચે ગળામાં દુખાવાથી રાહત મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. ગળામાં ખીચખીચ જ નહીં પરંતુ ખાંસીને પણ મધ દૂર કરે છે. ખાસ કરીને બાળકોને ખાંસી થવા પર સીરપ આપવાની જગ્યા પર મધ આપવાની સલાહ આપવામાં આવે છે. એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર 1થી 5 વર્ષના બાળકોને જ્યારે રાત્રે સુતા પહેલા મધ આપવામાં આવ્યું તો તેમને ખાંસી ઓછી આવી અને ઉંઘ પણ સારી આવી. 

આ વસ્તુઓ સાથે કરો મધનો ઉપયોગ 
અહીં સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOએ પણ ગળામાં ખીચખીચની સમસ્યા માટે મધના ઉપયોગને સારૂ અને ફાયદાકારક માન્યુ છે. તેનું કારણ એ છે કે મધમાં એન્ટીમાઈક્રોબિયલ અથવા ઘા ભરવાની ખુબી હોય છે. માટે ગળામાં દુખાવો અથવા સોજા ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી ખાંસી અને ગળામાં ખીચખીચની સમસ્યામાં આરામ મળે છે. 

  • એક ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ મીક્ષ કરીને પીવો. 
  • તમે ઈચ્છો તો ચામાં પણ ખાંડની જગ્યા પર મધ મિક્ષ કરીને પી શકો છો. 
  • રાત્રે સુતા સમયે 2 ચમતી મધનું સેવન કરી શકો છો. 

ગરમ પાણી સાથે મધ લેવાના ફાયદા 

  • ગરમ પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી વજન ઘટવામાં મદદ મળે છે કારણ કે મધ ખાંડનો નેચુરલ સોર્સ છે એક વખત સવારે મધનું સેવન કર્યા બાદ તમને આખો દિવસ ગળ્યું ખાવાની ઈચ્છા નહીં થાય. 
  • ગરમ પાણીમાં મધ મિક્ષ કરીને પીવાથી દિવસભર એનર્જી રહે છે અને સાથે જ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી પણ મજબૂત થાય છે. 
  • મધને ગરમ પાણીની સાથે મિક્સ કરીને પીવાથી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો એટલે કે ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ મળે છે. જેનાથી તમારૂ શરીર ડિટોક્સ થઈ જાય છે. 
  • પેટ સાથે જોડાયેલી બીમારીઓ દૂર કરી પાચન પ્રક્રિયાને પણ યોગ્ય બનાવવામાં મદદ કરે છે મધ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ