બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Home Minister Amit Shah's big statement on CAA

Lok Sabha Election 2024 / 'આ મુદ્દે ક્યારેય સમાધાન નહીં થાય', CAA પર પુન: ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 09:50 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: વિરોધ પક્ષો સતત CAA વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે તો અમિત શાહનું કહેવું છે કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી, CAA ક્યારેય પાછું ખેંચવામાં નહીં આવે

Lok Sabha Election 2024 : નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે CAAના અમલીકરણની સૂચના જાહેર થયા બાદ હવે તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. આ તરફ વિરોધ પક્ષો સતત CAA વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું કહેવું છે કે વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. CAA ક્યારેય પાછું ખેંચવામાં નહીં આવે. CAA દ્વારા નવી વોટ બેંક બનાવવાના વિપક્ષના આરોપો પર અમિત શાહે કહ્યું કે, આ તેમનો ઈતિહાસ છે, તેઓ જે કહે છે તે કરતા નથી, તે મોદીજીનો ઈતિહાસ છે જે BJP કે PM મોદીએ કહ્યું તે પથ્થરની લકીર છે, મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે. 

ન્યૂઝ એજન્સી ANIને આપેલ એક ઈન્ટરવ્યુમાં અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે, વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં પણ રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? વિપક્ષે તો કલમ 370 હટાવવાને રાજકીય લાભ સાથે પણ જોડ્યો હતો. અમે 1950થી કહી રહ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું.  

CAAને લઈને વિપક્ષની યોજનાઓ પૂર્ણ નહીં થાય
વિપક્ષી INDIA ગઠબંધનના નિવેદન પર કે જો કેન્દ્ર સત્તામાં પરત આવશે તો તેઓ CAAને રદ કરશે. જવાબમાં શાહે કહ્યું કે, વિપક્ષ પણ જાણે છે કે તેમની સત્તામાં આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. શાહે કહ્યું કે, વિપક્ષી ગઠબંધન પણ જાણે છે કે તે સત્તામાં પરત નહીં આવે. CAA ભાજપ પાર્ટી દ્વારા લાવવામાં આવ્યું છે અને તેને મોદી સરકારમાં લાગુ કરવામાં આવ્યું હતું. તેને રદ કરવું અશક્ય છે. અમે સમગ્ર દેશમાં આ કાયદા અંગે જાગૃતિ વધારીશું જેથી જે લોકો તેને રદ કરવા માગે છે તેઓ તેમની યોજનામાં સફળ ન થાય.

આ કાયદો ગેરબંધારણીય નથી
CAA ગેરબંધારણીય હોવાના આરોપોને નકારી કાઢતા અમિત શાહે કહ્યું કે આ કાયદો બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા કલમ 14ની વાત કરે છે. પરંતુ આપણે ભૂલીએ છીએ કે આ લેખમાં બે કલમો છે. આ કાયદો કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી. આ કાયદો એવા લોકો માટે છે જેઓ ભાગલા વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશમાં રહેતા હતા અને ત્યાં ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે અને ભારત આવવા માંગે છે.

અમિત શાહે મમતા બેનર્જીને લઈ શું કહ્યું ?
CAA નોટિફિકેશન અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદન પર શાહે કહ્યું કે, તે દિવસ દૂર નથી જ્યારે બંગાળમાં પણ ભાજપ સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરશે. જો તમે આ પ્રકારની રાજનીતિ કરો છો અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના મુદ્દા પર તુષ્ટિકરણની રાજનીતિ કરીને ઘૂસણખોરીને મંજૂરી આપો છો અને શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરો છો તો દેશની જનતા તમારી સાથે નથી. તેમણે કહ્યું કે મમતા બેનર્જી શરણ લેવા અને ઘૂસણખોરી વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. CAA ક્યારેય પાછી ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે આમાં સમાધાન નહીં કરીએ. 

શું છે આ CAA ? 
નાગરિકતા સંશોધન બિલ પહેલીવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર ગયું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. અને પછી ચૂંટણી આવી.  પુનઃચૂંટણી પછી નવી સરકારની રચના કરવામાં આવી હતી તેથી તે ફરીથી ડિસેમ્બર 2019માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું.  આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થયું હતું. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી આ 10 જાન્યુઆરી, 2020 થી કાયદો બની ગયો. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. કાયદા અનુસાર, 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામાં આવશે.

વધુ વાંચો: 'હવે તો ખર્ચ કરવાના પણ પૈસા નથી', લોકસભા ચૂંટણી પહેલા ખડગેનું મોટું નિવેદન, લગાવ્યા ગંભીર આક્ષેપ

CAAનો વિરોધ શા માટે?
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ છે કે, કેટલાક લોકો આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી? તેના પર સરકારની દલીલ છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર થાય છે. આ કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી ગયા છે. તેથી તેમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ પસાર કરવા પડશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ