બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'જે લોકો કહે છે 5 વર્ષ નહીં ચાલે મોદી સરકાર...', અમિત શાહના વિપક્ષ પર જોરદાર પ્રહાર

ચંડીગઢ / 'જે લોકો કહે છે 5 વર્ષ નહીં ચાલે મોદી સરકાર...', અમિત શાહના વિપક્ષ પર જોરદાર પ્રહાર

Last Updated: 03:10 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Statement Latest News : ગૃહમંત્રી અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર, વિપક્ષને જે જોઈએ તે કહેવા દો 2029માં ફરી NDA સરકાર આવશે, મોદી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે

Amit Shah Statement : તમે બધા જાણતા જ હશો કે અગાઉ વિપક્ષે NDA સરકારને લઈ નિવેદન આપતા કહ્યું હતું કે, આ સરકાર 5 વર્ષ નહીં ચાલે. જોકે આ નિવેદનને લઈ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે ચંડીગઢમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા 24×7 પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષને જે જોઈએ તે કહેવા દો 2029માં ફરી NDA સરકાર આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વિપક્ષના જેઓ કહે છે કે સરકાર 5 વર્ષ નહીં ચાલે હું તેમને કહેવા માંગુ છું કે મોદી સરકાર પૂરા 5 વર્ષ ચાલશે. 10 વર્ષમાં PM નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કામ પણ PM મોદીએ કર્યું. દેશની જનતાએ મોદીજીના કામ પર વિશ્વાસ કર્યો છે. લોકો ભવિષ્યમાં પણ કામ પર નિર્ભર રહેશે.

અમિત શાહે મણિમાજરા પાણી પુરવઠા પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

આજે ચંડીગઢમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા 24×7 પાણી પુરવઠા પ્રોજેક્ટ એટલે કે મણિમાજરા પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેને બનાવવામાં 75 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનાથી વિસ્તારમાં રહેતા એક લાખથી વધુ લોકોને ફાયદો થશે. 'સ્માર્ટ સિટી મિશન' હેઠળ પ્રોજેક્ટનો ઉદ્દેશ સતત ઉચ્ચ દબાણ પુરવઠા દ્વારા તેના સંગ્રહમાં ઘટાડો કરીને પાણીનો બગાડ અટકાવવાનો છે. આ સિવાય અમિત શાહે બીજા ઘણા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

વધુ વાંચો : આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે 'પોલીસ-પબ્લિક' ફોર્મ્યુલા, પોલીસે જમ્મુમાં શરૂ કર્યો આ ખાસ પ્લાન

પોલીસે કોંગ્રેસના નેતાને તેમના ઘરમાં કેદ કર્યા

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની ચંડીગઢની મુલાકાતને લઈને પોલીસે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિકારી આશિષ ગઝનવીની અટકાયત કરી હતી. ગઝનવીનું કહેવું છે કે, સવારે સાડા છ વાગ્યે પોલીસ તેના ઘરે પહોંચી અને તેમને સાથે આવવા કહ્યું, પરંતુ તે ગયા નહીં. આ પછી પોલીસ તેના ઘરે બેસી ગઈ અને તેને ઘરની બહાર નીકળતાં અટકાવ્યા હતા. વાસ્તવમાં ગઝનવી અને તેની ટીમ સમયાંતરે ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને પોલીસને આશંકા હતી કે, આ વખતે ગઝની અમિત શાહને કાળા ઝંડા બતાવી શકે છે અને તેથી તેમણે નજરકેદ કરવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amit Shah Statement modi goverenment Amit Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ