બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે 'પોલીસ-પબ્લિક' ફોર્મ્યુલા, પોલીસે જમ્મુમાં શરૂ કર્યો આ ખાસ પ્લાન

જમ્મુ કાશ્મીર / આતંકવાદીઓને અંકુશમાં લેવા માટે 'પોલીસ-પબ્લિક' ફોર્મ્યુલા, પોલીસે જમ્મુમાં શરૂ કર્યો આ ખાસ પ્લાન

Last Updated: 02:11 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Latest News : તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારાની વચ્ચે મોટી અપડેટ, હવે જમ્મુ પોલીસ દ્વારા 'પોલીસ-પબ્લિક' ફોર્મ્યુલા શરૂ

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરથી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. જેને લઈ હવે આવી ઘટનાઓને અંકુશમાં લેવા માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત 'પોલીસ-પબ્લિક' ફોર્મ્યુલા અજમાવવામાં આવી રહી છે. જમ્મુ પોલીસે સામાન્ય નાગરિકો માટે તેની વિગતો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં જમ્મુ ખાસ કરીને આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે.

મહત્વનું છે કે, અંકુશ રેખા પર ઘૂસણખોરીના અનેક પ્રયાસો પણ થયા છે. જમ્મુમાં આતંકવાદી હુમલામાં લગભગ 22 લોકો માર્યા ગયા છે જેમાં 11 સુરક્ષા કર્મચારીઓ અને એક ગ્રામ રક્ષા રક્ષકના સભ્યનો સમાવેશ થાય છે. આ ઘટનાઓ રાજૌરી, પૂંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લામાં બની હતી. ગયા મહિને કઠુઆ અને ડોડા જિલ્લામાં બે એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

જો તમને શંકાસ્પદ લાગે તો કરો આ કામ......

દક્ષિણ જમ્મુના SP સિટી અજય શર્માએ નવી યોજના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, આનાથી આતંકવાદીઓ અને શંકાસ્પદોની ઓળખ અને ધરપકડ કરવામાં સરળતા રહેશે. સામાન્ય જનતા માટે જાહેર કરવામાં આવેલી આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ શંકાસ્પદ વ્યક્તિને જુએ તો તેણે તેની સંપૂર્ણ વિગતો રેકોર્ડ કરવી જોઈએ. આમાં શંકાસ્પદ વ્યક્તિની ઊંચાઈ, તેના કપડાં, તે હથિયારો લઈને આવ્યો હતો કે નહીં? અથવા તે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

વધુ વાંચો : રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં અચાનક લાગી આગ, 4 ડબ્બા બળીને થયા રાખ

નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે શુક્રવારે BSFના DG નીતિન અગ્રવાલ અને તેમના ડેપ્યુટી સ્પેશિયલ DG (વેસ્ટ) વાયબી ખુરાનિયાને અહીંથી હટાવ્યા છે. બંનેને તેમના રાજ્ય કેડરમાં મોકલવામાં આવ્યા છે. સંવેદનશીલ ભારત-પાકિસ્તાન સરહદની રક્ષા કરતા BSFએ ઘૂસણખોરીની કોઈપણ ઘટનાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું હતું કે, પાકિસ્તાન જમ્મુમાં શાંતિ ભંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આતંકવાદી દેશને જમ્મુની પ્રગતિ પસંદ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police Public Formula terrorists Jammu Kashmir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ