બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:34 PM, 4 August 2024
રવિવારે છત્તીસગઢના કોરબાથી વિશાખાપટ્ટનમ પહોંચેલી કોરબા એક્સપ્રેસ (18517) ટ્રેનની બોગીમાં અચાનક આગ ફાટી નીકળી. આ ટ્રેન કોરબાથી તિરુમાલા જઈ રહી હતી. જ્યારે ટ્રેન સ્ટેશન પર ઉભી રહી ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી.
ADVERTISEMENT
#WATCH |Andhra Pradesh: Fire broke out in an empty coach of a train at Visakhapatnam railway station.
— ANI (@ANI) August 4, 2024
It was extinguished immediately. The incident took place around 10 am. No other coaches were affected due to this, say Railways
More details awaited. pic.twitter.com/SvL6biI3Kp
આગની આ ઘટના સ્ટેશનના ચોથા પ્લેટફોર્મ પર બની હતી. આ દરમિયાન ત્રણ એસી બોગી સંપૂર્ણપણે બળી ગઈ છે. જો કે આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગની આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.
ADVERTISEMENT
#WATCH | Vishakhapatnam CP Shanka Brata Bagchi says, "At 7:30 am four bogies of the Tirumala Express which were stationary in the Vizag railway station caught fire. Fortunately, at that point of time there was no passenger inside those bogies. So there was no loss of life and no… https://t.co/T7bHjgqrYU pic.twitter.com/XUGkBPUWYn
— ANI (@ANI) August 4, 2024

ADVERTISEMENT
આ પણ વાંચો: મહિલાને વારસામાં મળ્યા 20 વર્ષ પહેલા ખરીદેલા શેર, એક જ ઝાટકે બની કરોડપતિ
રેલવે અધિકારીઓને શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે B7 બોગીના ટોયલેટમાં શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના થઈ. પરિણામે, B7 બોગી સંપૂર્ણપણે બળી ગઈ, જ્યારે B6 અને M1 બોગી આંશિક રીતે બળી ગઈ છે. સદનસીબે, ઘટના સમયે ટ્રેનમાં કોઈ મુસાફરો ન હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. રેલવે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.