બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 AM, 4 August 2024
કેવું લાગે જો કશું પણ કર્યા વિના એક જ સેકન્ડમાં તમે કરોડપતિ બની જાઓ? સાંભળવામાં તો સારું લાગે છે, પણ આવું થવું લગભગ અશક્ય છે. જો કે ઉપરવાળાની જયારે કોઈના પર મહેરબાની થાય તો તેની સાથે કંઈક આવું થઈ જાય છે. ક્યારેક ઘરમાંથી ખજાનો મળી આવે છે તો ક્યારેક અચાનક કોઈ પોતાની સંપત્તિ તેમના નામે કરી જાય છે. આવું જ કંઈક થયું બેંગલુરુની એક મહિલા સાથે, જેને હાથે આવો જ ખજાનો લાગતા તે રાતોરાત કરોડપતિ બની ગઈ. વર્ષો તેના દાદાએ શેર માર્કેટમાં રોકાણ કર્યું અને પછી તેઓ શેર વિશે ભૂલી ગયા. તેમના મૃત્યુ પછી તેમના આ શેર તેમની પૌત્રી મળ્યા, જેની કિંમત 1.72 કરોડ રૂપિયા થઈ ચુકી હતી.
ADVERTISEMENT
બેંગલુરુની રહેવાસી પ્રિયા શર્માના દાદા બિઝનેસમેન હતા. તેમણે વર્ષ 2004માં લાર્સન એન્ડ ટુબ્રોના 500 શેર ખરીદ્યા હતા. આ પછી તેઓ આ શેર વિશે ભૂલી ગયા અને કેટલાક વર્ષો પછી તેમનું મૃત્યુ થઈ ગયું. સમય વીતવા લાગ્યો અને આ શેરની કિંમત વધતી રહી. વર્ષ 2020માં કોરોનાને કારણે લોકો પોતાના ઘરે પાછાં ફર્યા, એમ જ પ્રિયા પણ પોતાના ઘરે પાછી આવી. પ્રિયાએ ઘરે આવીને દાદાના જૂના કાગળિયાં ફેંદયા, તો તેના હાથે આ શેર લાગ્યા. આ તેના માટે જીવન બદલી નાખનાર પળ હતી. સ્ટોક સ્પ્લીટ અને બેન્સને કારણે આ 500 શેર હવે 4500 શેર બની ગયા હતા.

ADVERTISEMENT
લાંબી કાનૂની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો
પ્રિયા શર્મા રાતોરાત કરોડપતિ બની ગઈ હતી. જો કે હવે આટલા જૂના શેરના પૈસા મેળવવાનું સરળ નહોતું. તેણે મુંબઈમાં પ્રોબેટ પ્રક્રિયા શરૂ કરવી પડી. તેણે લાર્સન એન્ડ ટુબ્રોને પત્ર લખ્યો. કંપનીએ તેને ઘણી ઔપચારિકતાઓ પૂરી કરવા કહ્યું. આ પછી તેણે શેર સમાધાનનો સંપર્ક કર્યો. આ પછી તેણે કાયદાકીય પ્રક્રિયા દ્વારા તેના દાદાની વસિયતની ચકાસણી કરી. જેમાં કોર્ટમાં વસિયતનામું સાબિત કરવામાં આવ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો: કેદારનાથમાં વાદળ ફાટવાને કારણે અનેક યાત્રિકો ફસાયા, SDRF-NDRF દ્વારા ચાલુ છે રેસ્ક્યૂ ઓપરશન
L&Tની તમામ શરતો પૂરી કરવી પડી
ADVERTISEMENT
આ પછી તેણે શેરહોલ્ડિંગ સ્ટેટમેન્ટ મેળવવા માટે L&Tનો સંપર્ક કર્યો. કંપનીએ તેની પાસેથી એફિડેવિટ માંગી. ડુપ્લિકેટ શેર ઈસ્યુ કરવા માટે નાણાકીય સુરક્ષા અને જામીન બોન્ડની પણ માંગણી કરી. તેણે આ બધી પ્રક્રિયા પૂરી કરી. આમાં એક વર્ષથી વધુ સમય લાગ્યો. આ સાથે તે કરોડપતિ બની ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.