ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Himatnagar police become the guardian of an abandoned child in Sabarkantha

માનવતાની મિશાલ / સો-સો સલામ, ત્યજાયેલા બાળકની વ્હારે આવી હિંમતનગર પોલીસે આપ્યું નવજીવન

Published By: Dhruv

Last Updated: 08:51 PM, 8 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનો જમાનો તો કેવો બન્યો છે કે જન્મ આપતાની સાથે જ બાળકોને પણ ત્યજી દેવાનાં કિસ્સાઓ રોજબરોજ બનતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પણ હિંમતનગરમાં સામે આવ્યો છે. 7 દિવસનાં બાળકને માતા-પિતા દ્રારા ત્યજી દેતા સાબરકાંઠા પોલીસે આ બાળકનાં વાલી બનવું પડ્યું છે ત્યારે જોઇએ આ અંગેનો વિશેષ અહેવાલ.

ADVERTISEMENT

બાળકને વ્હારે આવી છે સાબરકાંઠા (Sabarkantha) પોલીસ અને બાળકનાં પિતા બન્યા છે બી ડીવીઝનનાં પીએસઆઈ. વાત જાણે એમ છે કે આશરે 2 સપ્ટેમ્બરનાં રોજ હિંમતનગરની એક ખાનગી હોસ્પીટલ ખાતે આ બાળકનો જન્મ થયો હતો અને આ બાળકને હિંમતનગરની સંજીવની હોસ્પીટલ ખાતે 4 સપ્ટેમ્બરનાં રોજ લાવવામાં આવ્યું હતું. આ બાળક શ્વાસ પણ લઈ શકતું ન હતું અને હાલત પણ ખૂબ ગંભીર હતી.

માતા-પિતાનાં નંબરો આવ્યાં બંધ

હોસ્પીટલનાં ડોક્ટર હિમાંશુ પટેલે બાળકનાં માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ બંનેનાં નંબર બંધ આવ્યાં. ત્યાર બાદ ન છુટકે ડોક્ટર દ્રારા હિંમતનગર (Himatnagar) બી ડીવીઝન પોલીસ (Police) સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ તાત્કાલિક હોસ્પીટલ ખાતે પહોંચીને બાળકની માહિતી લઈને જીલ્લા પોલીસ વડાએ પી.એસ.આઈ પ્રતિપાલસિંહ ગોહિલને પિતા બનવાનું જણાવ્યું અને બાળકની તમામ ખર્ચ પોલીસ ઉપાડશે તેવી સુચના પણ અપાઈ.

બાળકની દેખભાળનો તમામ ખર્ચ ઉઠાવશે પોલીસ

આમ તો સોશિયલ મીડીયામાં પોલીસ વિરુદ્ધ કથિત ટીપ્પણીઓ કરવામાં આવતી હોય છે પરંતુ તેનું સત્ય તો કંઈ અલગ જ હોય છે પરંતુ પોલીસ સાચા અર્થમાં સેવા કાર્ય કરે છે તે પણ એક સત્ય જ છે તેનું એક માત્ર ઉદાહરણ છે માત્ર આ 7 દિવસનું બાળક. હાલ તો પોલીસે બાળક (Child) જ્યાં સુધી સ્વચ્છ થઈ જાય ત્યાં સુધી બાળક માટે ખડેપગે છે અને હાલ તો વધુ સારવાર અને ટેસ્ટ માટે અમદાવાદ પણ ખસેડવામાં આવી રહ્યું છે અને ત્યાં પણ જે ખર્ચ થશે એ તમામ ખર્ચ સાબરકાંઠા પોલીસ ઉપાડશે.

આમ, તો સાબરકાંઠા પોલીસ અવનવી સરાહનીય કામગીરીનાં કારણે સ્થાનિકોમાં પણ ખુશી છે તો આજે તરછોડાયેલ બાળકનાં પિતા બનીને પણ બાળકની તમામ જવાબદારીઓ પોલીસે સ્વીકારી લીધી છે અને જેનાં કારણે સાબરકાંઠા પોલીસની કામગીરીને લોકોમાં પણ ખુશી જોવા મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Himatnagar Police Sabarkantha VTV vishesh VTV વિશેષ child gujarat પોલીસ સાબરકાંઠા હિંમતનગર Himatnagar police

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ