બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / hijab row karnataka govt big decision For students who do not take the exam

હિજાબ વિવાદ / હિજાબ પર પ્રતિબંધના વિરોધમાં પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓને લઇને કર્ણાટક સરકારનો મોટો નિર્ણય

Dhruv

Last Updated: 09:20 AM, 18 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધના વિરોધના કારણે પરીક્ષા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે. કર્ણાટક સરકારે કહ્યું કે, 'જે વિદ્યાર્થીઓ કોર્ટના વચગાળાના આદેશ પહેલાં હિજાબના વિરોધ દરમિયાન પરીક્ષા આપી શક્યા ન હતા, તેઓને વધુ એક તક મળશે.'

  • વિદ્યાર્થીઓનાં હિતમાં કર્ણાટક સરકારનો મોટો નિર્ણય
  • પરીક્ષા છોડી ચૂકેલા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક મળશે
  • શાળાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી આપવાનો કર્ણાટક હાઈકોર્ટનો ઈન્કાર

જો કે, કોર્ટના નિર્ણય બાદ વિરોધ રૂપે જે વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે, સરકાર તેઓને તક આપવાના પક્ષમાં નથી દેખાઇ રહી. વાસ્તવમાં સરકાર એવું માને છે કે, દરેકની મરજી અને ઈચ્છાથી પરીક્ષા ન લઈ શકાય, એ માટે એક પેટર્ન હોય છે. પ્રશ્નપત્રની પણ એક પેટર્ન હોય છે. ત્યાર બાદ આ મૂલ્યાંકનમાં ઘણી મહેનત લાગતી હોય છે, ત્યારે તેને આ રીતે એકાએક ના ગોઠવી શકાય.

કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી, તેનો ડેટા સરકાર પાસે નથી

હિજાબ પરના વચગાળાના આદેશ પહેલા અને પછી કેટલા વિદ્યાર્થીઓએ શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાઓનો બહિષ્કાર કર્યો તે અંગે સરકારને હજુ સુધી ડેટા નથી મળી રહ્યો. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા પણ થઈ હતી. વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્ય કૃષ્ણા બાયરે ગૌડાએ સરકારને વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવાની બીજી તક આપવાની અપીલ કરી હતી. જે મુદ્દે સરકારે જવાબ આપ્યો હતો કે તે સંભવિત નથી કે તેઓ તેની પર વિચાર કરે. કારણ કે પરીક્ષાઓ ક્યારેય અચાનક આયોજિત ના કરી શકાય.

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પરના પ્રતિબંધને માન્ય રાખ્યો છે

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટે શાળા અને કોલેજોમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'હિજાબ પહેરવું એ ઇસ્લામની ફરજિયાત પ્રથાનો ભાગ નથી.' ત્યારે હાઈકોર્ટના આ નિર્ણયને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ અંગેની સુનાવણી પણ હોળીની રજા બાદ શરૂ થશે.

તમને જણાવી દઇએ કે, શાળા કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવાની ના પાડતા કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી. જો કે, હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી છે, અને હવે હોળી બાદ તેમા સુનાવણી થશે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવતા હિજાબ પહેરીને આવવાની મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, હિજાબ ઈસ્લામમાં ધાર્મિક પ્રથાનો ભાગ નથી. કર્ણાટક હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે.

હાઈકોર્ટે આપ્યો હતો આ ચુકાદો

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સ્કૂલના ક્લાસમાં હિજાબ પહેરીને આવવાની મંજૂરી આપવાની ના પાડી હતી, જેના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચેલી અરજી પર હોળી બાદ સુનાવણી કરવા માટે વડી અદાલત રાજી થઈ ગઈ છે. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, હિજાબ ઈસ્લામ ઘર્મનો જરૂરી ભાગ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ