બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / High definition CCTV installed on Sola overbridge in Ahmedabad

સ્માર્ટસિટી / SG હાઇવેના બ્રિજ પર કાર-બાઇક સ્પીડમાં દોડાવી તો ગયા સમજો, હાઈડેફિનેશન કેમેરાથી ઘરે આવશે મેમો

Dinesh

Last Updated: 04:08 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોલા ઓવરબ્રિજ પર હાઇડેફિનેશનના CCTV લગાવાયાઃ ઓવરસ્પીડમાં વાહન હશે તો ઇ-મેમો ઘરે પહોંચી જશે, અકસ્માત કરી નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવશે

  • SG હાઈવેના તમામ ઓવરબ્રિજ પર કેમેરાનું અભેદ્ય સુરક્ષા કવચ
  • સોલા ઓવરબ્રિજ પર હાઇડેફિનેશનના CCTV લગાવાયા
  • ઓવરસ્પીડમાં વાહન હશે તો ઇ-મેમો ઘરે પહોંચી જશે


અમદાવાદના એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી જનાર વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસ માટે અશક્ય હતું પરંતુ હવે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાતાં આવનારા દિવસોમાં અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવી જશે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ પણ થઇ ગયા છે.       
  
કમકમાટીભરી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી
થોડાક મહિના પહેલાં મેરેજ એનેવર્સરી ઊજવીને દંપતી પોતાના ઘરે ટુ વ્હીલર પર જતું હતું ત્યારે સોલાબ્રિજ પર પૂર ઝડપે આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દંપતી ઊછળીને સીધું બ્રિજની નીચે પડ્યું હતું જ્યાં તેનું કરુણ મોત થયું હતું. સોલાબ્રિજ પર બનેલી આ કમકમાટીભરી ઘટના બાદ પોલીસ હરકતમાં આવી હતી અને સીસીટીવી કેટલા જરૂરી છે તેનો ખ્યાલ આવ્યો હતો. આ ઘટના બાદ એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી કવર કરવા કવાયત હાથ ધરાઇ હતી. 

ગુનાનાં મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરા ખૂબ જ ઉપયોગી
સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો હાઇવે સૌથી સમૃદ્ધ વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. યંગસ્ટર પણ લોંગ ડ્રાઇવ પર જવા માટે આ રોડની પહેલી પસંદગી કરે છે. ૧૫ કિલોમીટરના આ હાઇવે પર માત્ર પાંચ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે. જે ઓવરબ્રિજના કારણે ઢંકાઇ જાય છે. એસજી હાઇવે પરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે હાઇડેફિનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જેના પર હવે અમલ થઇ રહ્યો છે. એસજી હાઇવે પર અવારનવાર અકસ્માત તેમજ બીજા અનેક ગુના પણ બની રહ્યા છે. જેનાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસને ઓફિસ, મોલ, રેસ્ટોરાંની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવી પડે છે. ગુનેગારોને પકડવા માટે તેમજ કોઇ પણ ગુનાનાં મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરા આજે પોલીસને વધુને વધુ ઉપયોગમાં આવી રહ્યા છે. સીસીટીવી પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે. જે તેમને ડિટેક્શનમાં વધુને વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. 

ઇસ્કોનબ્રિજ પર થયેલા હિટ એન્ડ રન કેસમાં હજુ વાહનચાલક ઝડપાયો નથી
એસજી હાઈવેના ઈસ્ક્રોનબ્રિજ પર વહેલી પરોઢે કારચાલકે એક મહિલાને અડફેટમાં લેતાં તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું અને કારચાલક નાસી છુટ્યો હતો. આ હિટ એન્ડ રનના ચકચારી કિસ્સામાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી પરંતુ હજુ સુધી મહિલાને ટક્કર મારનાર કોણ છે તે જાણી શકાયું નથી. અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા ન હોવાના કારણે પોલીસ માટે વાહનચાલક સુધી પહોંચવું પડકારરૂપ બની ગયું છે.

કેમેરામાં સ્પીડ ડિટેક્ટર પણ હશે 
સીસીટીવી કેમેરામાં સ્પીડ ડિટેકટર પણ રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે. જો કોઇ વાહનચાલક નક્કી કરેલી ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન હંકારતો હશે તો પણ સીસીટવી કેમેરાથી ખબર પડી જશે અને સીધો ઇ-મેમો તેના ઘરે પહોચી જશે. રાજ્યનું કોઇ પણ વાહન હશે અને એસજી હાઇવે પરથી સ્પીડમાં નીકળશે તો તેના ચાલકને ઇ-મેમો મળી જશે. તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ટ્રાફિક વિભાગ કરશે. સરખેજથી ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનું પ્લાનિંગ છે. હાલ સોલાબ્રિજ 
પર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે જ્યારે આવનારા દિવસોમાં ઇસ્કોનબ્રિજ સહિતના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ