બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Helath Tips: incredible health benefits of dates

હેલ્ધી ટિપ્સ / તણાવથી રાહત, હેલ્ધી પાચન..., જેવી અનેક સમસ્યાઓથી મુક્તિ મેળવવામાં રામબાણ ઇલાજ છે ખજૂર, જાણો ફાયદા

Bijal Vyas

Last Updated: 03:23 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાતોના મતે, જો તમે સવારે કે સાંજના નાસ્તામાં ખજૂર ખાઓ છો તો ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. જાણો ખજૂર ખાવાના અગણિત ફાયદા...

  • ખજૂરને ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે
  • પોષક તત્વોથી ભરપૂર ખજૂર હાડકાંને મજબૂત બનાવે છે
  • જો તમે દરરોજ 4-6 ખજૂર ખાઓ છો તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે

Dates Benefits:આજની બદલાતી લાઇફસ્ટાઇલમાં ફિટ રહેવું પડકારજનક છે. સ્વસ્થ રહેવા માટે વિવિધ વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ પૌષ્ટિક વસ્તુઓમાં ખજૂરનો સમાવેશ થાય છે, જે સ્વાસ્થ્યનો ખજાનો છે. નિષ્ણાતોના મતે, જો તમે સવારે કે સાંજના નાસ્તામાં ખજૂર ખાઓ છો તો ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણો પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. ખજૂરને ખાવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, સાથે જ અન્ય ઘણા ફાયદા પણ થાય છે. તો આવો જાણીએ, ખજૂર ખાવાના અગણિત ફાયદા.

હાડકાને બનાવે છે મજબૂત
પોષક તત્વોથી ભરપૂર ખજૂર હાડકાંને મજબૂત બનાવે છે, આ પ્રોટીનથી ભરપૂર હોય છે. જે આપણા નબળા હાડકાને ફાયદો કરે છે. તેમાં સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

શિયાળામાં ખજુર ખાવાનું વિચારી રહ્યા છો, તો આ રહી બેસ્ટ વાનગીઓની રેસિપી | If  you're looking to eat palm in winter, here's a recipe for the best recipes

તણાવથી રાહત આપવામાં મદદગાર
જો તમે દરરોજ થોડી ખજૂરનું સેવન કરો છો, તો તમારે વિટામિન સપ્લિમેન્ટની જરૂર નહીં પડે. આ તમને તણાવ મુક્ત રાખવામાં મદદ કરશે. તમે તેને તમારા આહારમાં સવારના નાસ્તામાં સામેલ કરી શકો છો.

પાચન માટે ફાયદાકારક
જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો ખજૂર તમારા માટે રામબાણ બની શકે છે. આ માટે ખજૂરને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો અને પછી ખાઓ. રોજ ખજૂર ખાવાથી તમારું પાચનતંત્ર સુધરશે. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે કબજિયાતની સમસ્યાને ઓછી કરે છે.

વજન ઘટાડવામાં મદદગાર
હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે દરરોજ 4-6 ખજૂર ખાઓ છો તો તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તમે તેને સવારના નાસ્તામાં ખાઈ શકો છો અથવા ગ્રીન ટી સાથે તમારા સાંજના નાસ્તામાં તેનો સમાવેશ કરી શકો છો. તે જંક ફૂડ ખાવાની ઇચ્છાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Topic | VTV Gujarati

ત્વચા માટે લાભદાયક
ખજૂરમાં વિટામિન-સી, વિટામિન-ડી જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે, જે તમારી ત્વચાને કોમળ બનાવે છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો પણ છે. આ ખાવાથી ત્વચા પણ સ્વસ્થ બને છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી
ખજૂરમાં હાજર ફાઇબર ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. તે બ્લડ શુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોના મતે સાદા દહીંમાં ખજૂર ભેળવીને ખાવાથી ફાયદો થઈ શકે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ