Char Dham Yatra 2023 News: રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટની અપીલ, મુસાફરોએ એક જ જગ્યાએ રહેવું જોઈએ અને હવામાન સારું ન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ
ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ
ખરાબ હવામાન હોવા છતાં ભક્તોનું ઘોડાપૂર
બાબા કેદારનાથ મંદિર હાલ બરફથી ઢંકાયેલું
હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જાહેર
ઉત્તરાખંડના ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. આ તરફ ખરાબ હવામાન હોવા છતાં આ સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. બાબા કેદારનાથ મંદિર હાલ બરફથી ઢંકાયેલું છે. ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા આગામી 2-3 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કેદારનાથ ધામની મુલાકાત માટે નોંધણી 3 મે સુધી બંધ કરી દેવામાં આવી છે. રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટ મયુર દીક્ષિતે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં આવનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, મુસાફરોએ એક જ જગ્યાએ રહેવું જોઈએ અને હવામાન સારું ન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, આ સમયે કેદારનાથ ધામમાં સતત હિમવર્ષા થઈ રહી છે અને યાત્રાને નિયંત્રિત કરવામાં આવી રહી છે. સોનપ્રયાગથી સવારના 10:30 વાગ્યા પછી મુસાફરોને કેદારનાથ જવાની મંજૂરી નથી.
રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટની અપીલ
રુદ્રપ્રયાગના જિલ્લા મેજીસ્ટ્રેટ મયુર દીક્ષિતે તમામ મુસાફરોને અપીલ કરતાં કહ્યું હતું કે, તમામ મુસાફરોએ તેમની સલામતીની ખાસ કાળજી લેવી જોઈએ અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવો જોઈએ. તેમણે અપેક્ષા રાખી હતી કે, તમામ યાત્રિકો કેદારનાથની યાત્રા ત્યારે જ શરૂ કરશે જ્યારે હવામાન સારું રહેશે.
Uttarakhand | Due to bad weather and snowfall in Kedarnath, the registration of pilgrims for Kedarnath has been stopped till tomorrow 3rd May. Decision regarding registration will be taken keeping in view the weather conditions: Rudraprayag DM, Mayur Dixit
25 એપ્રિલે ખૂલ્યા હતા કેદારનાથ ધામના દરવાજા
નોંધનીય છે કે, આ પહેલા 25 એપ્રિલના રોજ કેદારનાથ ધામના દરવાજા ખુલ્યાના દિવસે ઉત્તરાખંડ સરકારે યાત્રાના માર્ગ પર ભારે હિમવર્ષા અને હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા માટે યાત્રિકોની નોંધણીની અરજીઓ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું.
#WATCH | Devotees gathered outside Kedarnath Dham with umbrellas to offer prayer amid continuous rain and snowfall
આ તરફ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામની મુલાકાત માટે રજીસ્ટ્રેશન 30 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને ઋષિકેશ સહિત અન્ય સલામત સ્થળોએ રહેવાની સૂચના આપી હતી. છેલ્લા ઘણા દિવસોથી ચારેય ધામોમાં હિમવર્ષા અને વરસાદની પ્રક્રિયા ચાલી રહી છે.