બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains will fall in the state in the next 5 days
ADVERTISEMENT
રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેના કારણે હાલ જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
24 તારીખ
ADVERTISEMENT
હવામાન વિભાગે આગાહી કરી છે કે 24, 25 અને 26 તારીખે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમા 24 તારીખે સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. અગાઉ સુરતમાં એકજ રાતમાં 8 ઈચ વરસાદ પડી ચુક્યો છે. સાથેજ વલસાડમાં પણ ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં 1 લાખ ક્યુંસેક પાણીની આવક થઈ હતી. આગાહી મુજબ દમણ, દાદરાનગર , બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
આણંદ અને દાહોદમાં પણ ભારે વરસાદ
આ સીવાય 24 તારીખના રોજ અરવલ્લી, આણંદ, દાહોદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
25 તારીખ
ADVERTISEMENT
25 તારીખના રોજ હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમા સૌરાષ્ટ્ર, જૂનાગઢ, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને અહીયાના ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
26 તારીખ
આગામી 26 તારીખના રોજ પણ હવામાન વિભાગે રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમા નવસારી, વલસાડ અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં 24 અને 26 એમ બે દિવસ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.