બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Heavy rains in South Gujarat including Tapi, Navsari, Surat

મેઘો વરસ્યો / દક્ષિણ ગુજરાતમાં ધૂઆંધાર: સુરત,તાપી,નવસારી સહિત જિલ્લામાં મેઘો મહેરબાન, રસ્તા પર વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાયા, જુઓ PHOTOS

Khyati

Last Updated: 06:53 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ તો બીજી તરફ અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર થઇ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વરસાદની જો વાત કરીએ તો સુરત, તાપી, નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે આવો જોઇએ દક્ષિણ ગુજરાતમાં કેવો છે વરસાદી માહોલ

સુરત ગ્રામ્ય:ગરનાળામાં પાણી ભરાયા

સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. બારડોલીમાં ગરનાળામાં પાણી ભરાયા. સુગર ફેક્ટરી બાબેન ખાતે ગરનાળામાં પાણી ભરાતા કાર ફસાઇ ગઇ હોવાનું સામે આવ્યું.

બારડોલી: યજ્ઞમાં વરસાદનું વિઘ્ન 

બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા  ડી.એન નગર ખાતે ઘુટણ સમાં  પાણી ભરાયા. સોસાયટીમાં યોજેલ યજ્ઞમાં વરસાદનુ વિઘ્ન પડતા યજ્ઞ કુંડને ટેબલ પર મુકીને આહુતિ આપવામાં આવી. 

વ્યારા:રેલવે અંડરપાસમાં પાણી 

તાપી જિલ્લામાં મેઘરાજા ધોધમાર વરસ્યા. પરિણામે  વ્યારા રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા. વાહનચાલકોએ વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.  કણઝા ફાટક, કાકરાપાર રોડ પર પાણી ભરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરત: ઉધના પાણી પાણી

સુરતમાં સવારથી મેઘરાજા મહેરબાન થાય છે.  ઉધના નવસારી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

તો રોડ રસ્તા પાણી પાણી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમાં પણ ટુવ્હિલરને તો ધક્કા મારવાનો વારો આવ્યો હતો.  પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 

સુરત: બારડોલીમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં

તો આ તરફ સુરતના બારડોલી વિસ્તારમાં  નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો.

બારડોલીના ડી.એમ.નગર, RTO ઓફિસ નજીક પાણી ભરાયા. ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયા હતા.

તાપી: નિઝર-કુકરમુંડામાં ધોધમાર વરસાદ 

તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. 

તો આ તરફ તાપીના નિઝરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.નિઝરના વેલદા ટાંકી વિસ્તારમાં પાણી ભરાયા. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેમ લાગ્યું.

નવસારી: ધોધમાર વરસાદ 

આ તરફ નવસારી શહેરમાં પણ મેઘો ધોધમાર વરસ્યો. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ફરી વળી ઠંડકની લહેર 

નીચાણવાળા માર્ગો સહિત રોડ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા પ્રિમોન્સૂન કામગીરી સામે ઉભા થયા સવાલ.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ