બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast for 3 more days in Gujarat
Dhruv
Last Updated: 08:03 AM, 13 September 2022
ADVERTISEMENT
ગુજરાતમાં હજુ 3 દિવસ સુધી સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, બંગાળની ખાડીમાં હળવા દબાણથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસશે.
ADVERTISEMENT
જાણો કયા-કયા વિસ્તારોને મેઘરાજા ધમરોળશે
સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર-સોમનાથ, પોરબંદર, મોરબી અને દ્વારકામાં સારો એવો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ રાજ્યમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, આણંદ અને ખેડામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.
જાણો આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે
તમને જણાવી દઇએ કે, આજ રોજ રાજ્યમાં વડોદરા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો અમદાવાદ, ખેડા, આણંદ ,મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. જ્યારે અન્ય કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ વરસાદી વાતાવરણ વચ્ચે મેઘમહેર થઇ રહી છે. ત્યારે ગઇકાલે પણ રાજ્યમાં રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, તાપી, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર સહીતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમરેલી જિલ્લો હાલ આકાશિય વીજળી પ્રભાવિત ક્ષેત્રમાં છે. બિનજરૂરી અવરજવર ટાળી સલામત સ્થળે રહેવા તમામ નાગરિકોને તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
ભુજમાં 3 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, મુંદ્રામાં એક ઈંચ વરસાદ
તદુપરાંત અમદાવાદમાં પણ મેઘરાજા મેરબાન થયા હતા.કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભુજમાં 3 ઇંચ, નખત્રાણામાં 2 ઇંચ, મુંદ્રામાં એક ઈંચ વરસાદ પડયો હતો. તો બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. મહેસાણા જિલ્લામાં પણ ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતાં ગરમીમાં રાહત મળી હતી. તથા તાપી, વાલોડ,વ્યારા,સોનગઢ, ગીર સોમનાથના વેરાવળ, ડાભોર, ચમોડા, આંબલીયાળા, છાત્રોડા તથા નવસારીના બોટાદ, ગઢડા, ગોરડકા, લાઠીદડ, સમઢીયાળામાં પણ ગઇકાલે વરસાદ પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.