ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હિમોગ્લોબિન વધશે, કબજિયાત દૂર થશે..., જો તમે પણ રોજ સવારમાં ખાલી પેટ પીશો આ ડ્રાયફ્રૂટ્સનું પાણી

આરોગ્ય / હિમોગ્લોબિન વધશે, કબજિયાત દૂર થશે..., જો તમે પણ રોજ સવારમાં ખાલી પેટ પીશો આ ડ્રાયફ્રૂટ્સનું પાણી

Last Updated: 09:25 AM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરનું પાણી પીવાથી તેના ફાયદા અનેકગણા વધી જાય છે.

ADVERTISEMENT

આયુર્વેદમાં અંજીરના ઘણા ફાયદા વિશે જણાવ્યું છે. કમજોર અને દુબળા-પાતળા લોકો માટે અંજીર ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. રાત્રે 3 થી 4 અંજીરને પલાળીને ખાવાથી તેના ફાયદા વધી જાય છે. પાણીમાં પલાળેલા અંજીર પેટ અને પાચન માટે ફાયદાકારક બની જાય છે. જો અંજીરનું પાણી પણ પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન બની જાય છે. કબજિયાત, ગેસ અને એસિડિટી દૂર કરીને અંજીર શરીરને તાકાત આપે છે. શારીરિક નબળાઈ દૂર કરવા માટે દરરોજ પલાળેલા અંજીર ખાવા જોઈએ.

anjeer_0.width-800

અંજીરનું પાણી પીવાના ફાયદા

જો રાત્રે અંજીરને સ્વચ્છ પાણીમાં પલાળીને રાખવામાં આવે અને સવારે અંજીર ખાઈને પછી તેનું વધેલું પાણી પીવામાં આવે તો તેના પણ ઘણા ફાયદા થાય છે. અંજીરનું પાણી ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તેનાથી ગેસ અને એસિડિટીમાં રાહત મળે છે. અંજીરનું પાણી પાચન પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે. પલાળેલા અંજીર અને તેનું પાણી આંતરડા માટે સારું માનવામાં આવે છે. અંજીરનું પાણી વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અંજીરનું પાણી ત્વચાને સ્વસ્થ બનાવવા અને સ્ટ્રેસ દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

વધુ વાંચો: અનેક બીમારીઓ માટે શરદીની સિઝનમાં રામબાણ ઇલાજ છે આ 5 ડ્રાયફ્રૂટ્સ, રહેશો હેલ્ધી એન્ડ ફીટ

નિષ્ણાતો અનુસાર જે લોકોને હ્રદયના ધબકારા વધુ રહે છે કે જે લોકોને વધારે ગભરામણ અને થાક અનુભવે છે, તે લોકો માટે અંજીરનું પાણી ખૂબ લાભકારી હોય છે. અંજીરના પાણીનું સેવન કરવાથી શરીરમાં કોઈ પ્રકારની કમજોરી દૂર થાય છે. એનીમિયાના દર્દી માટે પણ અંજીર અને તેનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે આનું સેવન દરરોજ કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.  આ સિવાય જે મહિલાઓને અનિયમિત માસિક ધર્મની સમસ્યાનો સામનો કરવો પડે છે તેમના માટે અંજીર અને તેનું પાણી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. 

PROMOTIONAL 10

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fig fig water health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ